Abtak Media Google News

ડો.પ્રિયવદન કોરાટની મહેનત રંગ લાવી: ધો.૧૨ સુધી એલ.સી.માં નામ, અટક કે જન્મ તારીખમાં સુધારો કરી શકાશે: ધો.૧૦ની ગણિતની પરીક્ષામાં અઘ‚ અને સહેલું એમ બે પેપર લેવાશે

સોમવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ૧૪૨ કરોડનું બજેટ પણ મંજુર કરવામાં આવ્યું હતું જોકે મળતી માહિતી મુજબ આ બજેટનો ૯૫ ટકાનો હિસ્સો પરીક્ષામાં વાપરવામાં આવશે. ફકત ૫ ટકા જ હિસ્સો વિકાસ કામ માટે વપરાય તેવી સંભાવના સેવાઈ રહી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ઘણા બધા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. અગાઉ શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ દ્વારા અનેક પ્રસ્તાવો મુકવામાં આવ્યા હતા. અંતે પ્રિયવદન કોરાટની મહેનત રંગ લાવી હતી. પ્રિયવદન કોરાટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.૧૦ની બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીનું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ તથા અન્ય પ્રમાણપત્ર તૈયાર થતા હોય છે જે પ્રમાણપત્રો વિદ્યાર્થીઓના લાઈફ ટાઈમ માટેના અગત્યના પ્રમાણપત્રો બની જતા હોય છે. એટલે કે મતદારકાર્ડથી લઈને વિઝા કઢાવવાનું હોય તો એલ.સી. પ્રમાણે જ નામ અને અટક લખવાની હોય છે જોકે ધો.૧૦ પછીના આ પ્રમાણપત્રમાં હવે જો કોઈ ઉમેદવારોને ભુલ જણાય તો ધો.૧૨ની બોર્ડની પરીક્ષા પહેલા તેમાં સુધારો થઈ શકશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં હાયર લેવલનું પેપર કાઢવામાં આવે છે પરંતુ હવે ૨૦૨૦થી બે પ્રકારના પેપર કાઢવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે, ધો.૧૦ની પરીક્ષામાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓનો ભય દુર કરવા માટે સહેલા અને અઘરા એમ બે તબકકામાં પેપર લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવું છે તેઓ માટે ગણિત વિષય જ‚રી નથી જેથી તેવા વિદ્યાર્થીઓ ગણિતનું બેજીક પેપર આપી શકશે. પરીક્ષાર્થી પસંદ કરે તે લેવલનું પેપર તેઓ આપી શકશે. એટલે કે હાયર લેવલ અને લોઅર લેવલ એમ બે પ્રકારના ગણિતના પેપર કાઢવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવાતી બોર્ડની પરીક્ષા દરમિયાન ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અત્યાર સુધી રાજયના દરેક જિલ્લા મથકે લેવામાં આવતી હતી પરંતુ આગામી વર્ષ ૨૦૨૦થી આ પરીક્ષા તાલુકા લેવલે લેવામાં આવશે તેઓ પ્રસ્તાવ પણ સ્વિકારવામાં આવ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.