Abtak Media Google News

અન્ય મતક્ષેત્રો કરતાં એક કલાક વહેલું મતદાન પુરું થયું: ૨૦૧૪ની ચૂંટણીમાં થયું હતું ૨૮.૫૪ ટકા મતદાન

લોકસભાની ચુંટણીમાં જમ્મુ-કાશ્મીરની લોકતાંત્રિક વ્યવસ્થા દેશનાં મુખ્ય પ્રવાહ સાથે પગલે-પગલે આગળ વધી રહ્યો છે તે માટે જમ્મુ-કાશ્મીર ખુબ જ પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ અનેકવિધ અસવિધાનિક તત્વો જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્રની વસંત પુરબહારમાં ખીલવા ન દેતા હોય તેવી સ્થિતિમાં આ વખતે અનંતનાગની બેઠક પર મતદાન ૮.૭૬ ટકા પર જ અટકી ગયું હતું.

જમ્મુ-કાશ્મીરનાં સૌથી વધુ આતંકવાદગ્રસ્ત વિસ્તાર પુલવામા અને સોપીયન જિલ્લાની અનંતનાગ લોકસભા બેઠક પર ગઈકાલે અન્ય મતક્ષેત્રો કરતાં એક કલાક વહેલું એટલે કે ૪:૦૦ વાગ્યે મતદાન પુરું થઈ ગયું હતું જેમાં ગત લોકસભા ૨૦૧૪ની ચુંટણીમાં યોજાયેલા ૨૮.૫૪ ટકા મતદાન ઘટીને ૮.૭૬ ટકા મતદાન નોંધાયું હતું. રાજયમાં પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા ૪૦ જવાનોનાં મૃત્યુની ઘટનાને લઈ કથળેલી પરિસ્થિતિ વચ્ચે હજુ સતત ભયનાં ઓથા વચ્ચે યોજાયેલી ચુંટણીમાં ભાજપથી અલગ પડેલા પીડીપી પોતાનું અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહ્યું છે.

ત્યારે ઉમેદવારની પ્રચાર કરવાની પણ એક મર્યાદાનાં વાતાવરણ વચ્ચે અનંતનાગમાં પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીનાં પ્રમુખ મહેબુબા મુફતી કે જે અનંતનાગનાં ધારાસભ્ય છે તે પોતાના હરીફ એનસીપીનાં ઉમેદવારનાં ચુંટણી પ્રચારથી પણ દુર રહ્યા હતા. મહેબુબા મુફતી અને ઉમર અબ્દુલ્લા પણ લોકસંપર્કમાં વ્યસ્ત રહ્યા હતા. ઉમર અબ્દુલ્લા એક પોસ્ટ કરી બહાદુર યુવક મતદાન કરનારા મતદારોનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.