Abtak Media Google News

કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત પણ બહારગામ હોવાના કારણે પુષ્પાંજલી કાર્યક્રમમાં હાજર ન રહી શકયા

ચુંટણી સમયે જુથવાદમાં આળોટતી કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને પુષ્પાંજલી અર્પણ કરવા જેવા સાર્વજનિક કાર્યક્રમમાં પણ જુથબંધી છોડી શકતી ન હોવાનો પુરાવો આજે મળી આવ્યો છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહે‚ની ૧૨૯મી જન્મજયંતી નિમિતે શહેર કોંગ્રેસ દ્વારા નહે‚જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં કોંગ્રેસના ૩૨ પૈકી આંગળીના વેઠે ગણી શકાય તેટલા માત્ર ૫ કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા. મહિલા નગરસેવિકાઓને જાણે પુષ્પાંજલી અર્પવાના કાર્યક્રમમાંથી દુર રાખવામાં આવ્યા હોય તેમ એક પણ મહિલા નગરસેવિકા આ કાર્યક્રમમાં જોવા મળી ન હતી એટલું જ નહીં પક્ષ માટે મહત્વપૂર્ણ કહી શકાય તેવા કાર્યક્રમમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત પણ હાજર રહ્યા ન હતા. આ માટે સતાવાર રીતે એવું કારણ આપવામાં આવ્યું હતું કે, મહેશભાઈ બહાર ગામ હોવાથી પુષ્પાંજલી કાર્યક્રમમાં હાજર રહી શકયા નથી.

દેશના પ્રથમ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.જવાહરલાલ નહે‚ની ૧૨૯મી જન્મજયંતી નિમિતે આજે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન પરીસરમાં આવેલી જવાહરલાલ નહે‚ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોંગ્રેસના ૩૨ પૈકી પાંચ કોર્પોરેટરો મનસુખભાઈ કાલરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, દિલીપભાઈ આસવાણી, ઘનશ્યામસિંહ એ.જાડેજા અને રવજીભાઈ ખીમસુરીયા જ હાજર રહ્યા હતા. ખુદ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા પણ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા કાર્યકરોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાઈ ગયું હતું. સામાન્ય સંજોગોમાં ચુંટણી સમયે કોંગ્રેસ હંમેશા જુથબંધીમાં આળોટતી હોય છે જેના કારણે ધારી સફળતા મળતી નથી પરંતુ હવે તો કોંગ્રેસે પુષ્પાંજલી અર્પણ કરવા જેવા સાર્વજનિક કાર્યક્રમમાં પણ જુથબંધી અપવાની લીધી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.