Abtak Media Google News

વિશ્ર્વ આરોગ્ય દિનની થીમ ડિપ્રેશન પર વિસ્તૃત ચર્ચા કરવા વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટ્રલ હેડ ડો. જગદીશ ખોયાણી સાથે ચાય પે ચર્ચા

હાલના સમયમાં માનસિક રોગોનું પ્રમાણ ચિંતાજનક સપાટીને પહોંચ્યું છે. તેમાં પણ દોડધામ ભર્યા આજના સમયમાં મોટાભાગના લોકો સ્ટ્રેસમાં રહે છે. આ સ્ટ્રેસ ધીમે ધીમે ડિપ્રેશનમાં ‚પાંતરીત થઇને સ્વાસ્થ્ય માટે જોખમી બની રહે છે. ડિપ્રેસનના વધતા જતા પ્રમાણના લીધે આજે વિશ્ર્વ આરોગ્ય દિવસનો મુખ્ય વિષય ડિપ્રેશન લેટસ ટોક રાખવામાં આવ્યો છે.

અબતક સાથે વોકહાર્ટ હોસ્૫િટલના જગદીશ ખોયાણીએ વિસ્તૃત ચર્ચા કરી હતી.

જયદીશ ખોયાણીએ જણાવ્યું હતું કે હેલ્થનો મતલબ એવો માનીએ છીએ કે આપણા શરીરમાં કંઇક થાય ત્યારે જ આપણે આપણી હેલ્થ વિશે જાગૃત બનીએ છીએ પરંતુ વાસ્તવમાં આપણે પૈસાને વધુ મહત્વ આપીએ છીએ જયારે હકીકતમાં આપણે સાચી હેલ્થ એટલે કે હેલ્થને ઓછું મહત્વ આપીએ છીએ.

શા માટે હેલ્થ ડે ઉજવવો પડે છે?

હેલ્થ ડે ઉજવવાનું કારણ કે હજુ સુધી લોકોને પ્રાયોરીટી કોઇ આપતું નથી અને માનસીક હેલ્થને પ્રાયોરીટી કોઇ આપતુ નથી અને અત્યારના સયમમાં બધા પાસે ર૪ કલાક હોય છે. જેમાંથી પોતાની હેલ્થ માટે લોકો સમય ફાળવતા નથી. માત્ર ૨ ટકા જ લોકો હેલ્થ માટે યોગ્ય સમય ફાળવે છે.

ટેકનોલોજી એડવાન્સ તો સામે રોગ પણ એડવાન્સ?

Vlcsnap 2017 04 07 08H54M25S147ટેકનોલોજીના આધુનીકીરણના લીધે રોગની જાણકારી ઝડપથી થઇ જાય છે. ૫૦ વર્ષ પહેલા રોગોની ખબર પડતી ન હતી. પહેલાના સમયમાં ચેપીરોગ વધુ હતા. જયારે હાલમાં સ્ટ્રેસ સંબંધીત રોગોનું પ્રમાણ વધતું જાય છે. લાઇફ સ્ટાઇલને લઇ આ પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાથી દુનિયાના બધા ઓર્ગેનાઇઝેશન ચિંતિત છે. યોગ્ય કરીને મેન્ટલી રિલેકસ થઇ શકાય છે. કાર્ડિયાક, એકસીડન્ટ સ્યુસાઇડ જેવા કેસો સૌરાષ્ટ્રમૉ ખુબ વધી ગયા છે. આવનાર પેઢી એટલે કે ૨૦૩૦ માં ડીપ્રેશનનું પ્રમાણ ભયંકર સપાટીએ હશે.

હસવું કેટલુ ફાયદાકારક?

છેલ્લા ૨ વર્ષથી વોકહાર્ટનો મુખ્ય હેતુ પ્રિવેન્શન છે. હસવાથી મેન્ટલ રિલેકસેશન મલે છે. જયારે ગુસ્સે થવાથી મેડીકલ સાયન્સમાં કહેવાય છે કે મસલ્સ ૩૦ વર્ક કરે છે. જયારે હસવાથી ૧૨ વર્ક કરે છે. લાફટર કલબ શ‚ થયા છે ત્યારે લોકો એ પરથી સમજવું જોઈએ કે હસવાથી મેન્ટલી રિલેકસ રહી શકય છે.

સૌરાષ્ટ્રમાં કેન્સરનું પ્રમાણ?

૩૦ થી ૪૦ ટકા કેન્સર મોઢાના અને ગળાના છે. આંતરડાના કેન્સર પણ ૩૦ ટકા જેનું મુખ્ય કારણ એનું તમાકુ ગણાવી શકાય છે. કેન્સરનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં ખૂબજ વધારે છે. પ્રિવેન્શન હલેથ ચેકઅપની જાગૃતતા હોવી જ‚રી છે જે માત્ર ૧ ટકા લોકોમાંજ છે.

વધુમાં તેઓએ ફોબીયા વિશે જણાવ્યું હતુ કે ફોબીયા નડતો નથી પરંતુ કોઈ પણ રોગની જાણ થાય ત્યારે તે રોગનું નિદાન સંપૂર્ણ પણે કરાવવું જોઈએ.

મેડિકલ કોસ્ટલી થતુ જાય છે. એનું કારણ મેડીકલ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જેટલુ ઈન્વેસ્ટમેન્ટ થાય છે એ વધુ પડતુ થાય છે. તમામ લોકોએ હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવવો જ જોઈએ. મોટી હોસ્પિટલ એટલે મોંધી હોસ્પિટલ?

સરકારનાં નિયમોનું પાલન કરતા એ બધી ટ્રીટમેન્ટમાં મોંઘુ બને છે. જયારે અન્ય હોસ્પિટલમાં દરેક રીપોર્ટ અલગ અલગ કરવાથી એનું બીલ વધુ દેખાતુ નથી જયારે મોટી હોસ્પિટલોમાં બધી ફીસલીટી હોવાથી બધા રિપોર્ટ એક જગ્યાએ કરવામાં આવે છે.

કાર્ડિયાક ડીસીઝનું એક કારણ વધુ પડતુ તેલ આરોગવું છે. આખા સૌરાષ્ટ્રમાં ૩ ગણુ તેલ વપરાય છે. હાલનાં સમયમાં મેન્ટલ વર્ક આઉટ વધી ગયું છે. ફીઝીકલ વર્કઆઉટ ઓછુ છે. મેડીકલ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં સૂપર સ્પેશ્યાલીટીનું એજયુકેશન થતુ નથી જેથી બહારનાં ડોકટરને અહી આવામાં તકલીફ પડે છે. લાઈફ ઈવેન્ટસને મગજની અંદર ન લેવું જોઈએ. જો મગજમાં લેવામાં આવે તો રોગોને નિમંત્રણ આપવા જેવું બને છે. એક સંકલ્પ અરીસા સામે દિવસમાં એક વાર જોવું અને બે મિનિટ સુધી જોઈને કહેવાનું સ્માઈલ આપીને કે હું એકદમ નોર્મલ છું, જેથી મેન્ટલ સ્ટ્રેસ જતુ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.