Abtak Media Google News

જામનગરમા કરોડપતિ હનુમાન મંદિર ખાતે હિન્દુ સેના વારા ઓનલાઈન શિવજીની આરાધના થઈ રહી છે. સવાલાખ ઓમ નમ: શિવાય ના મંત્રો ૧૧૧૧૧ તેમજ ૧૧ જિલ્લા ૨૧ તાલુકા અને ૩૧ ગામડા સુધી ઓનલાઈન હિન્દુ સેનાના સૈનિકો પહોચી રહ્યા છે. હાલમાં કાર્યક્રમ ચાલુ છે.

આ કાર્યક્રમમાં હિન્દુ સેનાના પ્રમુખ દીપકભાઈ પીલે જિલ્લાનાં સોશિયલ મીડીયાના ઈન્ચાર્જ હરેન્દ્ર રાવલ જિલ્લાનાં વ્યવસ્થા પ્રમુખ માધવ પુજાણી, કોલેજીયન પ્રમુખ રોહિત રાઠોડ, મેહુલ જોષી, અર્જુન, દિલીપભાઈ , રાહુલભાઈ, જીગર નંદા સહિત ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટની હાજરીમાં ઓનલાઈન શિવજી આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો. જે યુવાધનને ઈન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી ગેરમાર્ગે ન જવાને બદલે ધર્મમય બનાવવા માટેનો એક અનોખો પ્રયત્ન થઈ રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સમાજમાં મોબાઈલ નેટનો સાચો ઉપયોગ ધર્મના કામમાં પણ થઈ શકે એવી શીખ હિન્દુ સેના દ્વારા અપાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.