ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળો યોજાશે

યુવાનો અને રોજગાર વાંચ્છ ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે તે આશયથી જિલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથ દ્વારા કચેરીનો હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે.

જિલ્લા રોજગાર કચેરીની સેવાઓનો ઘરે બેઠા  લાભ લેવા રજા સિવાયના દિવસોમાં  સવારે ૧૦.૩૦ કલાક થી બપોરના ૨.૩૦ કલાક દરમ્યાન કચેરીનો ટેલિફોન નંબર ૦૮૨૭૬-૨૮૫૦૪૧ તેમજ ઈ-મેલ : empgirsomnathgmail.com ઉપર સંપર્ક કરી શકાશે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર  સોમનાથ દ્વારા નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યા મેળવી અને રોજગારવાંચ્છુ ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવી સોશ્યિલ મીડિયા( કોમ્યુનિકેશન માધ્યમ) દ્વારા મુલાકાત (ઇન્ટરવ્યુ) ગોઠવી રોજગાર વાંચ્છુ પસંદગી માટે તા. ૧૨/૦૬/૨૦૨૦ અને તા. ૧૩/૦૨/૨૦૨૦ના રોજ  ભરતી મેળો યોજવામાં આવશે. જે માટે આ સાથેનું ફ્રોમ ( ઓનલાઈન મોબાઈલ / કોમ્પ્યુટર ) ભરી સબમિટ કરવાનું રહશે. ત્યારબાદ નોકરીદાતા દ્વારા ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે.

જેની માહિતી અને અરજી કરવા માટે  https://forms.gle/imn6LUWLGXJAK  લિંકમાં તા.૧૦/૦૬/૨૦૨૦ના સાંજે ૫ કલાક સુધી અરજી કરવાની રહશે.

Loading...