બ્રહ્મકુમારીઝ દ્વારા અધિક માસની ઓનલાઇન ઉજવણી

આઘ્યાત્મિક વૈભવોથી સંપન્ન આ ભારતદેશમાં દરેક તહેવાર, ઉત્સવ કે વ્રત એ પછી એક-બે દિવસનો હોય કે પછી એક માસનો હોય ખુબ જ ઉત્સાહ અને શ્રઘ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. એવી જ રીતે દાન, પુણ્ય, સત્સંગ, વ્રત, કથા, પૂજાનો માસ એટલે દર ત્રણ વર્ષે આવતો અતિ પાવન પુ‚ષોતમ માસ

આંતરરાષ્ટ્રીય આઘ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્ર્વ વિઘાલય પણ દરેક તહેવાર, ઉત્સવ તેના આઘ્યાત્મિક અર્થે સદમુલ્યોના રંગોથી ઉજવે છે. આથી રાજકોટ બ્રહ્મકુમારીઝ દ્વારા પણ આ સર્વાધિક પ્રાપ્તિ કરાવનાર, આપણને પુર્ણ પુ‚ષોતમ સમાન બનવાની પ્રેરણા આપનાર અધિક પુ‚ષોતમ માસની ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ આઘ્યાત્મિક અર્થે તથા અવનવી સાંસ્કૃતિક આઇટમો દ્વારા ઓનલાઇન ઉજવણી કરવામાં આવી રહી છે.

છેલ્લા રપ દિવસથી વહેતી આ ઓનલાઇન અમૃતધારામાં પ્રતિદિન ૮.૩૦ થી ૯.૩૦ ઉતમ વ્રત, સકારાત્મકતા, ઉત્તમ ભકિત-સરળતા, ઉત્તમ દાન, સદભાવના ઉત્તમ યજ્ઞ, ગીતા જ્ઞાન યજ્ઞ જેવા વિષયો પર બ્રહ્માકુમારી બહેનો દ્વારા આત્યાત્મિક પ્રવચન પુરુષોતમ નગરીની ઝલક બતવતું સુંદર નૃત્યુ તથા રાજયોગ અનુભુતિ કરાવવામાં આવે છે.

Loading...