સરકાર માટે ‘માથાનો દુ:ખાવો’ બની ગયેલી ડુંગળીની નિકાસ કરવી પડશે!!!

શું ડુંગળી ખેડૂતોને રડાવશે?

મોંઘાભાવે વિદેશી મંગાવેલી ડુંગળી અને સનિક પાકનો જથ્થો સરકાર માટે ભારણ બની ગયો : ડુંગળીના ભાવ તળીયે પહોંચે તેવી ધારણા

ડુંગળીની આયાત અને ઉત્પાદન સમયગાળામાં ગેરસમજણના કારણે સરકારને ભવિષ્યમાં નુકશાન સહન કરવું પડે તેવી આગમચેતી ‘અબતક’એ ભૂતકાળમાં આપી’તી

અત્યાર સુધી ગ્રાહકોને રડાવનાર ડુંગળી હવે ખેડૂતોને પણ રડાવે તેવી સ્થિતિ સરકારની ગેરસમજણના કારણે ઉભી થઈ છે. થોડા સમય પહેલા મોંઘાદાટ ભાવે બજારમાં વેચાનાર ડુંગળીના ભાવ અત્યારે તળીયે પહોંચી ગયા છે. બીજી તરફ હવે ડુંગળીની આયાત બાદ હવે નિકાસ કરવાની સ્થિતિ ઉભી થઈ છે. એક તરફ ડુંગળીનો ભરાવો આયાતના કારણે થયો છે. ઉપરાંત સનિક કક્ષાએ પણ પાક બજારમાં આવી જતાં જથ્થો વધવા પામ્યો છે. આ સાથે જ ડુંગળીની નિકાસ કરવી પડે તેવી મજબૂરી સરકારની છે.

થોડા સમય પહેલા ડુંગળીના ભાવ ૧૫૦ કિલો સુધી પહોંચી જતાં સરકારે તુર્કી, ઈજીપ્ત અને અફઘાનિસ્તાની ડુંગળીની આયાત કરવાની ફરજ પડી હતી. ડુંગળીના આયાતનો જથ્ો ગોડાઉનમાં મુકાયા બાદ દરેક રાજ્ય પાસે કેટલી ડુંગળીની જરૂર છે તે અંગે વિગતો માંગવામાં આવી હતી. અલબત ડુંગળી વિદેશી ભારતમાં આવે તે પહેલા સનિક કક્ષાએ માલ આવવાનો શરૂ યો હતો. એક તરફ આયાતની ડુંગળી અને બીજી તરફ સનિક ડુંગળી ગોડાઉનમાં ભરાતા બજારમાં ભાવ ગગડી ગયા હતા. સરકારે મોંઘા ભાવે વિદેશી ડુંગળીની આયાત કરી હતી. આ માલ સ્વીકારવાનો રાજ્યોએ નનૈયો ભણી દીધો હતો. પરિણામે સરકારને કરોડોનો બોજ તિજોરી પર પડ્યો હતો.

હવે વર્તમાન સમયમાં સ્થિતિ ઉંધી વા પામી છે. ‘અબતક’ દ્વારા ભૂતકાળના અહેવાલોમાં પણ વારંવાર જણાવાયું હતું કે, ડુંગળીની આયાત અને ઉત્પાદન સમયગાળામાં ગેરસમજણના કારણે સરકારને ભવિષ્યમાં નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે. આ પ્રકારની ચેતવણી ‘અબતક’ના અહેવાલમાં વારંવાર અપાઈ હતી. હવે આ ચેતવણી સાચી ઠરી રહી હોય તેવું જણાય રહ્યું છે. વર્તમાન સમયમાં સરકારને હવે ડુંગળીની નિકાસ કરવી પડે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે. વર્તમાન સમયમાં ડુંગળીના ભાવ ૫૦ રૂપિયા સુધી પહોંચ્યા છે ત્યારે ભાવમાં હજુ ઘટાડો થાય તેવી ધારણા છે. બીજી તરફ મોંઘાભાવે વિદેશી મંગાવેલી ડુંગળી સરકારને માાનો દુ:ખાવો બની ચૂકી છે. સનિક સ્તરે ભાવ ગગડી જતા ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતો માટે પણ આગામી સમય મુશ્કેલ રહેશે તેવી દહેશત છે. ડુંગળીના ભાવ તળીયે પહોંચતા ખેડૂતોને રોવાનો વારો આવે તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે. ડુંગળીનો નવો પાક જાન્યુઆરીથી મે મહિના સુધીમાં જોવા મળશે. મે મહિના સુધીમાં ડુંગળીના ભાવ ગગડીને તળીયે પહોંચી જશે તેવી દહેશત છે.

Loading...