મોદી સરકાર-૨નું એક વર્ષ: જાણો મોટા નિર્ણયો જેના કારણે ભારતીયોનું ભવિષ્ય બદલાયું

કલમ ૩૭૦, રામમંદિર, સીએએ, ત્રણ તલાકથી લઈને ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક રાહત પેકેજ – મોદી સરકાર ૨.૦ની એક વર્ષની મુખ્ય કામગીરી : ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ

વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયુ છે અને બીજા વર્ષ પ્રવેશ થયો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકારે કેન્દ્રમાં છ વર્ષ પૂર્ણ કરી લીધા છે. સૌ પ્રથમ મોદી સરકારે ૧૬મી મે ૨૦૧૪નાં રોજ કેન્દ્રની સત્તા સંભાળી હતી જ્યારે બીજી વખત ૩૦મી મે ૨૦૧૯નાં રોજ કેન્દ્રની સત્તા સંભાળવાનું ફરી એક વખત શરૂ કર્યું હતું. આ રીતે મોદી સરકાર ૨.૦નાં એક વર્ષ સહિત બન્ને ટર્મ મુજબ કુલ ૬ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આવો જોઈએ મોદી સરકાર ૨.૦નાં એક વર્ષનાં મહત્વપૂર્ણ ૯ નિર્ણયો જેણે દેશની દશા-દિશા બદલી નાખી.

જમ્મુ – કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ રદ્દ કરવામાં આવી : મોદી સરકાર ૨.૦એ જંગી બહુમતી સાથે કેન્દ્ર સરકારમાં ફરી એક વખત આવીને સૌ પ્રથમ કાર્ય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ રદ્દ કરવાનું કર્યું. અચાનક જ ૫ ઓગસ્ટના રોજ દુનિયાને ખબર પડી કે મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ નાબૂદ કરવામાં આવી છે અને સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના રૂપમાં બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોને જન્મ આપ્યો છે. જે ૭૦ વર્ષોમાં કોઈ ન કરી શક્યું એ મોદી સરકાર ૨.૦એ સત્તામાં આવી ૭૦ દિવસોમાં કરી નાખ્યું.

ટ્રિપલ તલાક કાયદો : ૨૬ જુલાઈ ૨૦૧૯નાં રોજ સંસદે મુસ્લિમ મહિલા મેરેજ રાઈટ્સ પ્રોટેક્શન બિલ-૨૦૧૯ પસાર કર્યું અને ટ્રિપલ તલાક પ્રથા એ કાયદાકીય રીતે ગુનો બની ગયો. ત્રણ વખત તલાક બોલીને કે એસએમએમ-ઈમેઈલ મોકલીને લગ્ન તોડવા બદલ ૩ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી. મોદી સરકારે ત્રણ તલાકની પ્રથાને ગેરકાનૂની બનાવી બહુ મોટું કાર્ય કર્યું.

આતંકવાદ વિરુદ્ધ યુ.એ.પી.એ. એક્ટમાં સુધારો : યુએપીએ એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નિવારણ (સુધારો) બિલ લોકસભા અને રાજ્યસભામાં ૨ ઓગસ્ટના રોજ પસાર થયું અને આ અંગેનો નવો કાયદો અમલમાં આવ્યો. કેન્દ્રની મોદી સરકાર ૨.૦એ આતંક વિરુદ્ધના યુદ્ધમાં આ એક મોટું પગલું ભર્યું છે. આ કાયદા મુજબ શંકાસ્પદ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાશે. આ ઉપરાંત મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું હતું. આ ઓપરેશન દ્વારા સરકાર આતંકવાદી સંગઠનોને કાબુમાં લાવવામાં સફળ રહી હતી.

સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતા દિવસે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પહેલ કરી હતી. આ અભિયાન ૨ ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસથી શરૂ કરવા જણાવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે. હાલ આ પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સરકારી બેંકના મર્જરની ઘોષણા : ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મોદી સરકાર ૨.૦એ ૧૦ સરકારી બેંકને મર્જ કરી ૪ મોટી બેંક બનાવવાની ઘોષણા કરી. વર્ષ ૨૦૧૭માં ૨૭ સરકારી બેંકો હતી જેની સંખ્યા ઘટીને ૧૨ થઈ ગઈ. મોદી સરકારનાં આ નિર્ણયથી બેંકોને એક નવી ઉર્જા મળી.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સ્થાપના: ફેબ્રુઆરી મહિનામાં પ્રધાનમંત્રી મોદીએજી જણાવ્યું હતું કે૪  કેબિનેટની બેઠકમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રસ્ટનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર રહેશે. રામ મંદિરના નિર્માણ અને તે અંગેના નિર્ણયો લેવા માટે ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બરે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચૂકાદો આપ્યાના ૮૭ દિવસ બાદ મોદી સરકાર ૨.૦એ ટ્રસ્ટ સ્થાપનાની જાહેરાત કરી હતી.

ભારતીય નાગરિકતા સુધારણા કાયદો :       મોદી સરકાર ૨.૦ દ્વારા ભારતીય નાગરિકતા સુધારણા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સૂચિત સુધારાને લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિની સહી પછી સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) કાયદો બની ગયો છે મતલબ કે૪ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ). આ કાયદા મુજબ બાંગ્લાદેશ૪ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુઓ તેમજ શીખ, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓ માટે માન્ય દસ્તાવેજો વગર તેમને ભારતીય નાગરિકત્વ મળી જશે.

નવો મોટર વાહન અધિનિયમ અને ફાસ્ટેગ : નવો મોટર વાહન અધિનિયમનો કાયદો ૧ સપ્ટેમ્બર ૨૦૧૯નાં રોજ અમલમાં આવ્યો. ટ્રાફિકના નિયમોને તોડવા બદલ દંડની રકમમાં ૧૦ ગણો વધારો થયો અને સજાની અવધિમાં પણ વધારો થયો. આ ઉપરાંત ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન સિસ્ટમથી થતી સમસ્યાઓને હલ કરવા માટે ભારતના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ભારતમાં રજૂ કરવામાં આવી છે. વાહન વ્યવહાર ક્ષેત્રે નવો મોટર વાહન અધિનિયમ અને ફાસ્ટેગ મોદી સરકાર ૨.૦નાં મહત્વપૂર્ણ નિર્ણયો પૈકીનાં નિર્ણયોમાં સમાવેશ થાય છે.

રૂપિયા વિસ લાખ કરોડ આર્થિક સહાય પેકેજ : કોરોના વાયરસની મહામારીમાં દેશનાં અર્થતંત્રને મજબૂત-શક્તિશાળી બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ – આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. મોદી સરકાર ૨.૦ દ્વારા જાહેર કરવામાં આવેલુ આ પેકેજ પાકિસ્તાનની જીડીપીથી પણ વધારે છે ઉપરાંત ૧૪૯ દેશોની કુલ જીડીપી કરતાં પણ વધુ આ રાહત પેકેજ છે. જેમાં વિયેતનામ, પાર્ટુંગલ, ગ્રીસ, ન્યૂઝીલેન્ડ અને રોમાનિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનાં લીધે વંદે ભારત મિશન હેઠળ વિદેશોમાં વસતા ભારતીયોને વતન પહોચાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

વધુમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે જણાવ્યું હતું કે  દેશવાસીઓ માટે ગૌ૨વની બાબત છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સ૨કા૨ની સતત બીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થઈ બીજા વર્ષમાં પ્રવેશ થઈ ૨હયો છે ત્યારે સમગ્ર વિશ્ર્વ અને વિક્સીત દેશો પણ કોરોના કાળમાં મુશ્કેલીઓ અનુભવી ૨હયા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વએ દેશને સાચી રાહ બતાવી છે તેમજ ઓછામાં ઓછા નુક્સાન સાથે આપતિનો સામનો ક૨વા સમગ્ર દેશને એક ર્ક્યો છે. આપતિને પણ અવસ૨માં પલટવવાનો આત્મનિર્ભ૨ ભા૨ત નો વિચા૨ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આપ્યો છે.

વિશ્ર્વના નેતા તરીકે ઉભરી આવેલા નરેન્દ્રભાઈ મોદીને ખુબ ખુબ અભિનંદન: કમલેશ મિરાણી

શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સ૨કા૨ની બીજી ટર્મનું પ્રથમ વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી વિશ્ર્વના શક્તિશાળી નેતા તરીકે સાબીત થયા છે તેમજ જેના પાયામાં ખાસ કરી દેશનો સર્વાંગિ વિકાસની સાથોસાથ દેશમાંથી આંતક્વાદ નાબુદ થાય અને સૌનો સાથ, સૌના વિકાસ સાથે રાષ્ટ્રનું ગૌ૨વ વધે તેવા આશય સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્ય૨ત છે.ત્યારે કેન્દ્ર તેમજ રાજયની ભાજપ સ૨કારે સંગઠન તેમજ સમાજની શક્તિને જોડીને અનેકવિધ લોક કલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓ દ્વારા જનતામાં અપા૨ લોકચાહના મેળવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૬ મે, ૨૦૧૪ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લઈ દેશની જનતાનું પ્રચંડ જનસમર્થન મેળવેલ હતુ  ત્યારે પોતાના ચુંબકીય વ્યક્તિત્વથી દેશની જનતાના દિલોદિમાગ પ૨ રાજ ક૨ના૨ નરેન્દ્રભાઈ મોદી  છેલ્લા છ વર્ષો દ૨મ્યાન પોતાના વડાપ્રધાનપદના કાર્યકાળ દ૨મ્યાન રાજકીય, આર્થિક, સામાજીક, સં૨ક્ષણ ક્ષેત્રે અનેકવિધ સુધારાઓ અમલમાં મુકી દેશની જનતાના હૃદયમાં અમિટ સ્થાન મેળવ્યુ છે.

વર્ચ્યુઅલ સંવાદ સહિતના કાર્યક્રમો માટે ઈન્ચાર્જ તરીકે દેવાંગ માંકડને જવાબદારી

વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ તા.૩૦ મે, ૨૦૨૦ના રોજ પૂર્ણ થઈ ૨હયું છે, તે અંતર્ગત પ્રદેશ ભાજપની યોજના અનુસા૨ વર્તમાન સંજોગોમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને શહે૨ ભાજપ દ્વારા વ્યિક્તગત સંપર્ક, ડિજિટલ સંપર્ક અને વર્ચ્યુઅલ સંવાદ સહીતના કાર્યક્રમો યોજાના૨ છે ત્યારે આ કાર્યક્રમો થકી વડાપ્રધાન દ્વારા લખાયેલ પત્ર આત્મનિર્ભ૨ ભા૨તદ્નો સંકલ્પ, વિશ્ર્વ કલ્યાણ માટે ભા૨તની ભુમિકા, કોવિડ-૧૯ ના સંક્રમણ થી બચવા જરૂરી ઉપાયો તેમજ તંદુ૨સ્ત ૨હેવા માટે સારી આદતોના સંકલ્પના આહવદને ઘ૨-ઘ૨ સુધી પહોંચાડવો, સ્થાનિક તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ ક૨વા આત્મનિર્ભ૨ ભા૨ત અંગે બધાને સંકલ્પ કરાવવો, મોદી સ૨કા૨ દ્વારા વિવિધ પ્રકા૨ની આર્થિક ઘોષ્ાણાઓ અને યોજનાઓ ને સમાજના દરેક વર્ગ સુધી વ્યાપક રીતે પહોચાડવા માટે વ્યક્તિગત સંપર્ક, ડિજિટલ સંપર્ક અને વર્ચ્યુઅલ સંવાદ સહીતના કાર્યક્રમો યોજાના૨ છે ત્યારે આ કાર્યક્રમો માટે રાજકોટ મહાનગ૨ના ઈન્ચાર્જ તરીકે શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ અને સહ ઈન્ચાર્જ તરીકે વિરેન્દ્રસિંહ ઝાલાની નિયુક્તિ જાહે૨ ક૨વામાં આવેલ છે, ત્યારે ભાજપ અગ્રણીઓએ આ નિયુક્તિને આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

Loading...