કેકેવી ચોક અન્ડરપાસ માટે એક જ ટેન્ડર: રિ-ટેન્ડરીંગનો નિર્ણય

112

મહેસાણાની રાધે કન્સ્ટ્રકશન નામની એજન્સીએ જ ટેન્ડર ઉપાડયું: સતત પાછળ ધકેલાતો અન્ડરપાસનો પ્રોજેકટ

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરના કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે કોર્પોરેશન દ્વારા ૨૪ કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે પ્રથમ વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરાયા ત્યારે એક પણ એજન્સીએ રસ ન દાખવતા બીજી વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું જેમાં એક જ એજન્સીનું ટેન્ડર આવતા હવે ત્રીજી વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે આકાર લઈ રહેલો ટ્રાએન્ગલ ઓવરબ્રીજનું કામ ફેબ્રુઆરી માસમાં અને મવડી ચોકડી બ્રિજનું કામ માર્ચ માસના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ અંગે કોર્પોરેશનના ઈજનેર સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કેકેવી ચોક ખાતે બનનાર અંડરપાસ માટે પ્રથમ વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું ત્યારે કોઈપણ એજન્સીએ રસ ન દાખવતા નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી વખત પ્રસિઘ્ધ કરાયેલા ટેન્ડરમાં મહેસાણાની રાધે કન્સ્ટ્રકશન નામની એક જ એજન્સીએ ટેન્ડર ઉપાડતા હવે ત્રીજી વખત પ્રસિઘ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે નિર્માણાધીન ટ્રાએન્ગલ ઓવરબ્રીજનું કામ ફેબ્રુઆરી માસના અંતમાં જયારે મવડી ચોકડી ખાતે નિર્માણાધીન ટ્રાએન્ગલ ઓવરબ્રિજનું કામ માર્ચ માસમાં પૂર્ણ થઈ જશે.

Loading...