Abtak Media Google News

Table of Contents

હરવા ફરવાના શોખીનો માટે આવતીકાલ ‘સાલ કા સબસે સસ્તા દિન’

કાલે ઇમ્પિરીયલ પેલેસમાં એરટિકીટ, હોટેલ બુકીંગ, વિઝા, ક્રુઝ બુકીંગ અને સૌથી સારા ટ્રાવેલ પેકેજીસની લ્હાવો રાજકોટવાસીઓ લઇ શકશે

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવતીકાલે સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ઇમ્પીરીયલ પેલેસ ખાતે ટ્રાવેલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ‘અબતક’ના ‘ચાય પે ચર્ચા’શો અંતર્ગત બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઇવેટ લિમિટેડના ઓનર દિપકભાઇ કારીયાએ પ્રવાસ ટ્રીપ્સ અને બુકીંગને લગતી માહીતીની હળવી ચર્ચાઓ કરી હતી.

પ્રશ્ન:- બેસ્ટ ટુર્સ અને ફોરેક્ષ પ્રાઇવેટ લિમિટેડની સફળતાનું રહસ્ય શું છે?

જવાબ:- દિપકભાઇએ જણાવ્યુ: હતું કે બેસ્ટ ટુર્સ અને ફોરેક્ષ એ હમેશા લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે. અમે તેની પાછળ ખુબ જ મહેનત કરી છે. કે જેટલા પણ લોકો અમારે ત્યાંથી ફરવા જાય છે. તેઓને સારામાં સારી સુવિધા અને જમવાનું મળે અને જે પણ સ્થળો જોવા જાય ત્યાં તેમને કોઇપણ જાતની અગવળતા  ન પડે અને ખુબ જ સારી રીતે ફરી શકે તે તેનો પ્રયાસ હોય છે. પહેલા પોતે તે જગ્યાએ જઇને જોવું છું કે પર્યટન સ્થળ કેવું છે. અને ત્યાંની રહેવા માટેની હોટેલો કેટલી સારી અને વ્યવસ્થીત છે. હું પોતાના અનુભવ બાદ જ કસ્ટમર્સને મોકલીયે છીએ. રાંધેલ ધાન પહેલા ચાખી પછી જ મહેમાનોને પીરસવું જોઇએ.

Sequence 01.00 01 57 05.Still003
પ્રશ્ન :- અત્યારના લોકો પર્યટન માટે ટ્રાવેલ એજન્ટોની પસંદગી કરે છે. તો તેની વિશે તમારું શું માનવું છે?

જવાબ:-પહેલા લોકો ફરવા જતાં ત્યારે દસ-બાર હોટલો ફરીને કઇ હોટલમાં રહેવું તે નકકી કરતાં પરંતુ કયારેય સારી હોટલો તહેવારના સમયમાં બુક થઇ ગઇ હોવાથી સહેલાણીઓને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે હવે લોકો ખુબ જ સમજુ બની ગયા છે. અને પહેલેથી જ પ્લાનીંગ કરીને ફરવા જવાનું વધુ પસંદ કરે છે. જેથી પૈસાનો પણ વેડફાટ ન થાય. અને સારામાં સારી સુવિધા મળી રહે અને હવે જયારે ગુગલ આવી ગયું છે. ત્યારે લોકો તેના પરથી બધી જગ્યાએ જોઇને પછી ફરવા જવાનો આગ્રહ રાખે છે.

પ્રશ્ન :- પર્યપકોની સુવિધાની તકેદારી કેવી રીતે રાખો છો?

જવાબ:-હવે કોઇપણ પેકેજ લેતા પહેલા લોકો ઓનલાઇન વેબસાઇટ પર સરખામણી કરી લે છે. ત્યારે લોકોને ઓનલાઇન જે પેકેજ મળે તેનાથી સસ્તું અને સારું પેકેજ અમે આપીએ છીએ માટે લોકો ગુણવતાને લીધે પણ અમારી પાસે આવે. આ પેકેજ બનાવતા પહેલા લોકોને શું ગમશે અને શું જોઇએ છે? તેની અમે સંપૂર્ણ કાળજી રાખીએ છીએ. જેથી લોકોની ડિમાન્ડ પણ સંતોષાય અને આ પેકેજથી લોકોને ચોકકસ એવો અનુભવ કરાવીએ કે તેઓને એવું લાગે કે તેઓના પૈસાનું સંપૂર્ણ વળતર તેમને મળ્યું છે અને ફરીયાવર જયારે તેઓ પોતાના પરિવાર કે મિત્ર સર્કલમાં કોઇ ફરવા જવાની પ્લાનીંગ કરે ત્યારે તેઓ બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ નો રેફરન્સ આપે છે.

પ્રશ્ન :- શિયાળામાં પર્યટનની મજા અલગ હોય છે એવામાં કયા સ્થળો વધુ લોકપ્રિય છે?

જવાબ:- લોકોને હવે ઋતુથી કોઇ મતલબ નથી હોતો કારણ કે લોકો શિયાળાના સમમાં પણ બર્ફીલા પ્રદેશમાં પર્યટનની માંગ કરે છે અને થ્રીલ માણવા માંગતા હોય છે. હાલ લેહ-લડાખ થી લઇને કુલુ મનાલી, સિમલા, જમ્મુ કાશ્મીર જેવા સ્થળોએ આપણા દેશમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે. અને જો વિદેશીની વાત કરીએ તો હાલ લોકો સ્વીઝરલેન્ડ જવાનું પસંદ કરે છે. લગ્ન ગાળામાં ન્યુ કપલ્સ હનીમુન માણવા માટે બાલી, ગોવા, પોર્ટબ્લેર, આંદમાન નિકોબાર, આઇલેન્ડસ ફુકેત-કાળી કે જે થાઇલેન્ડમાં આવેલ છે. ત્યા પર્યટનની પસંદગી કરે છે. જે લોકો પાસે હાયર બજેટ હોય તે મોરિસસ, માલદીવ જેવા સ્થળોએ જવાનું પસંદ કરે છે. આ ઉપરાંત કપલ્સ હવે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ હનીમન માટે જવાનું પસંદ કરતાં હોય છે.

પ્રશ્ન :- લોકો ઉનાળામાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે ત્યારે બેસ્ટ ટુર્સમાં લોકો માટે કેવા કેપેજીસ આપશો?

જવાબ:- અત્યારે લોકો એડવાન્સ બુકીંગ કરીને ફરવા જવાનું પસંદ કરતા હોય છે. એડવાન્સ બુકીંગનું ઘેલું એલાઇન્સે લગાડયું છે કેમ કે જો તમે એડવાન્સ બુકીંગ કરો તો તમને ટિકીટ સસ્તામાં મળી જતી હોય છે. આ કન્સેપ્ટની શરુઆત એર ડેકન નામની કંપનીએ કરી હતી. ટ્રાવેલ ઉત્સવ એવું જ કંઇક લાવી રહ્યું છે. જે આવતીકાલે તા.૬ જાન્યુઆરીના રોજ ઇમ્પીરીયલ પેલેસે હોટલ ખાતે આયોજીત થવા જઇ રહ્યું છે. તેનો હેતુ પણ કંઇક આવો છે કે જે લોકો અત્યારથી પ્લાનીંગ કરીને બુકીંગ કરશે. તો તેઓને ખુબ જ મોટો ફાયદો કરાવવાની જવાબદારી બેસ્ટ ટુર્સની રહેશે. અને અમે દાવો પણ કરીએ છીએ કે તમે જો કોઇ પેકેજની સરખામણી પૈસા અને જગ્યાથી કરશો તો તમને આવું પેકેજ કયાંય પણ નહી મળે જયારે આવનારા સમયમાં ડોલરનો ભાવ વધવાની શકયતા છે.ત્યારે એરટિકીટના ભાવમાં પણ વધારો થશે. પરંતુ જો અત્યારથી પ્લાનીંગ કરીને તમે બુક કરાવશો તો તમને મીનીમમ ૧૦ થી ૧૫ ટકાનો ફાયદો થાય છે.

પ્રશ્ન :- ટ્રાવેલ ઉત્સવનો કન્સેપ્ટ કયાંથી આવ્યો અને આ ટ્રાવેલ ઉત્સવથી લોકોને શું ફાયદો થશે?

જવાબ:-લોકોની વિવિધ સુવિધાઓની માંગ તેમની ડિમાન્ડ એક જ જગ્યાએ પુરી થાય તે માટે આ ટ્રાવેલ ઉત્સવનું આયોજન અમે લોકોએ કર્યુ છે.અત્યારના લોકો બીજા લોકો કયાં જાય છે તે જોઇને ફરવા જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ ટ્રાવેલ ઉત્સવ એક એવી જગ્યા છે જયાં

લોકો માટે નવી ફરવા માટેની જગ્યા કંઇ છે. તે પણ લોકો જાણી શકશે. ગત વર્ષે ટ્રાવેલ ઉત્સવની શરુઆત કરવામાં આવી હતી. અમને હકારાત્મક પ્રતિસાદ મળ્યે હતો. જેથી આ વર્ષે પણ અમે ટ્રાવેલ ઉત્સવના આયોજનનો નિર્ણય લીધો છે. જેમાં લોકોને અકલ્પનીય પેકેજ વ્યાજબી કિમતોમાં મળી રહેશે. અમે લોકોને વિડીયો સ્કીન દ્વારા પણ પ્રેઝન્ટેશન આપવાના છીએ.

પ્રશ્ન :- અઝરબાઇજાન જેવો દેશોમાં લકોએ ફરવાં જવું હોય તો એના સ્થળોની વિશિષ્ટતા કઇ રીતે જાણી શકાય છે?

જવાબ:- મુંબઇમાં જયારે પ્રથમ વખત ટ્રાવેલ એકઝીબીશન થયું ત્યારે અઝરબાઇજાનનો એક સ્ટોલ હતો. ત્યારે આ દેશે આખા સૌરાષ્ટ્રભરમાંથી ફકત બેસ્ટ ટુર્સને જ બોલાવી અને તે સમયે માત્ર ૧૮ થી ર૦ ટ્રાવેલ એજન્ટો, એરલાઇન્સ કંપની અને ટુરીઝમ બોર્ડ અઝરબાઇજાનથી હાજર રહ્યા હતા. અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જે જોઇને મને એવું થયું કે આવી સરસ જગ્યા અને હું કેમ અજાજ્ઞ રહી શકું? ત્યારે નિયમ મુજબ દેશમાં પહેલા હું પર્યટન માટે ગયો ત્યાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. જો આ સ્વર્ગ જેવા સ્થળ ઉપર ફરવા જવું હોય તો ઓછામાં ઓછા દોઢ થી બે લાખનો ખર્ચો થઇ જતો હોય છે. તે અમે લોકો ટ્રાવેલ ઉત્સવની ડીલ સાથે લોકોને ૫૮ થી ૫૯ હજારમાં આપવાના છીએ. પાંચ દિવસનું આ પેકેજ હશે જો માત્ર ફલાઇટનો જ ખર્ચો ગણો તો સાડા સાત કલાકની અહીંથી ફલાઇટ છે. ત્યાં નાના મોટા સૌને ગમે તેવી જગ્યા સાથે કલબ અને અત્યાધુનીક બાકુ સીટી આવેલું છે ત્યાંના ઇન્ફાસ્ટ્રકચર ની જો વાત કરીએ તો આપણા કરતાં હજાર વર્ષ આગળ હોય તેવું લાગે. અને સીટી ઓફ લાઇફ જોવું હોય તો અસ્જરબાઇજાનમાં આવેલા બાકુની અચૂક મુલાકાત લેવા જેવી છે.

પ્રશ્ન :- વિદેશી યાત્રાએ જનારને તૈયારી રૂપ માહિતી પર્યટકોને ગાઇડ લુક આપવાનો કારણ?

જવાબ:- વિદેશ પ્રવાસ દરમિયાન ઘણી વખત લોકો નાની મોટી ભૂલો કરતા હોય છે ત્યારે આ ભૂલો ન થાય. તે માટે આ બૂક આપવાનો અમે લોકોએ વિચાર કર્યો. જયારે લોકો વિદેશી પ્રવાસે જાય છે ત્યારે તેઓ પોતે પોતાના દેશની છબીને બતાડતા હોય છે અને લોકો પણ જે તે દેશના લોકો કેવા હશે તે ત્યાં આવતા મુસાફરો પરથી જોતા હોય છે. અને લોકો ઘણી વખત નાની મોટી ભૂલોને કારણે ખૂબજ મોટો દંડ અથવા તો મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ત્યારે આવી મુશ્કેલી માંથી બચવા માટે આ બુક ફાયદાકારક રહેશે.

પ્રશ્ન :- ઓનલાઇન બુકીંગ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે આ બાબતે શું કહેવું છે.

જવાબ:-ઓનલાઇન બુકીંગમાં આપણને સસ્તું તો પડતું જ હોય છે. પરંતુ પ્રવાસના સમયે અથવા થોડાક દિવસ પહેલા કયારેક અનકોની થાય આપણી સાથે ત્યારે આપણે જયારે ટીકીટ કેન્સલ કરાવીએ અથવા બુકીંગ કેન્સલ કરાવીએ ત્યારે મોટી નુકશાની થતી હોય છે. અને પૈસાનું પાણી થાય છે.

પ્રશ્ન :- ફરવા લાયક કોઇનવા સ્થળો કે જયા લોકો ઓછા જતા હોય…?

જવાબ:- લોકોએ અત્યારે કોઇક નવા સ્થળોએ ફરવા જવું હોય અને કંઇક નવી જ જગ્યાનો અહેસાસ કરવો હોય તો લોકો અઝરબાયજાન જઇ શકે છે. ત્યાં ખુબ જ સુંદર દરીયા કિનારા છે કે ત્યાં જો લોકો જઇને આવે તો એવો અહેસાસ થાય કે સ્વર્ગ જોવા માટે મરવું ના પડે ફકત ફરવું જ પડે આ તેવી જગ્યા છે.

પ્રશ્ન :- પર્યટન પ્રેમી વાંચકોને કોઇ સંદેશ ?

જવાબ:-જીંદગીના ૪૦ વર્ષ પછીના જેટલા વર્ષ છે. તે બોનસ કહેવાય કારણ કે અત્યારની લાઇફ સ્ટાઇલ ખુબ જ અલગ છે એટલે લોકોએ જેટલું બને તેટલું ફરી લેવું જોઇએ જીંદગીનો આનંદ માણવો જોઇએ. જે જગ્યાએ તમે છો એ જગ્યાએથી કાંઇક નવું જોવાની ઇચ્છા સાથે બહાર ફરવા જવું જેથી તે જગ્યાનો સૌથી વધુ આનંદ લઇ શકીએ.

“ડિલ એસી જો દિલ કો છૂ જાયે” ટ્રાવેલ ઉત્સવમાં જબરદસ્ત પેકેજીંસ

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લિમિટેડ, રાજકોટ દ્વારા આગામી તા. ૬ જાન્યુ. ૨૦૧૯ રવિવારે સવારે ૧૦ થી સાંજે ૭ સુધી હોટેલ ઈમ્પીરીયલ પેલેસ યાજ્ઞીક રોડ ખાતે ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૯ યોજાશે. ગત વર્ષના ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૮ને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં લઈને એડવાન્સ પ્લાનિંગ કરી શકતા ગ્રાહકો માટે મેગા ડિસ્કાઉન્ટ સ્ક્રીમ એટલે ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૯.

સૌરાષ્ટ્રની ફરવાની શોખીન જનતા માટે ૨૦૧૯ના દરેક ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ પ્રવાસો પર અભૂતપૂર્વ મેગા ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવેલ છે. જેમાં એરટિકિટ, ફોરેન એકસચેંજ, હોટેલ બુકિંગ, પાસપોર્ટ, વિઝા, યુએસએ ઈબી ૫ વિઝા, ક્રુઝ બુકીંગ ઉપરાંત ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ પેકેજ ટુર જેવી દરેક સેવાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન બેસ્ટ ટુર્સ ગ્રાહક પ્રથમના અભિગમને કારણે હંમેશા અલગ છાપ પાડતુ આવ્યું છે. મેનેજીંગ ડિરેકટર દીપકભાઈ કારીયા તથા ડાયરેકટર્સ વત્સલભાઈ અને અંજલીબેન ઉપરાંત ૨૫ મેમ્બર્સની સક્ષમ ટીમ હંમેશા નવા પ્રવાસ આયોજનો, નવા પ્રવાસ સ્થળ નવી સાઈટ સીઈંગ અને ભાવતા ભોજનની વ્યવસ્થા તથા ગ્રાહક મિત્રો એ ચુકવેલ નાણાનું સો ટકાથી પણ વધારે વળતરા આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

પ્રવાસોમાં એઝરબેજાન, અમેરિકા-યુરોપ, સાઉથ આફ્રિકા, રશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દુબઈ, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ હોંગકોંગ, ચાઈના ઉપરાંત હીમાચલ, નૈનીતાલ, કોડાઈકેનલ, કુર્ગ-કાબિની, દાજિર્લિંગ ગેંગટોક, લેહ લડાખ જેવા કોઈપણ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ પ્રવાસોનું બુકીંગ એક જ સ્થળે હોટેલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે કરી શકાશે. વર્ષનો સૌથી સસ્તો દિવસ એટલે ટ્રાવેલ્સ ઉત્સવ ૨૦૧૯ ‘ડીલ ઐસી જો દિલ કો છું જાય’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.