Abtak Media Google News

ઈલેકટ્રીકલ એન્જિનિયરીંગમાં આવી રહેલા પરિવર્તનો ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને એક નવી ક્રાંતિ તરફ લઈ જશે: ડો.જયેશ દેશકર પ્રિન્સીપાલ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર યેલા વાર્ષિક બજેટમાં ઈલેકટ્રીકલ ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી બે ખૂબ જ મહત્વની યોજનાઓ કે જેમાં “વન નેશન વન ગ્રીડ તેમજ “ઈલેકટ્રીકલ વ્હીકલ્સ માટેની સબસીડી સામે છે. તેને વી. વી. પી. કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર કે જેઓ પોતે બી.ઈ., એમ.ઈ. ઈલેકટ્રીકલ અને પી.એચ.ડી.ની ડીગ્રી ધરાવે છે તેમજ છેલ્લા ૨૯ વર્ષથી  શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે તેમજ ખૂબ આવકારદાયક ગણાવેલ છે.

પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે આ વિશે વાત કરતા અમે જણાવેલ કે, આજે જ્યારે દેશમાં પ્રદુષણની સમસ્યાઓ વધી રહી છે અને તેના માટે સરકારી તેમજ વ્યક્તિગત જાગૃતિ અત્યંત આવશ્યક છે તેવા સમયે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઈલેકટ્રીસીટીનો બહોળો વપરાશ થાય તે માટે સરકારે જાહેર કરેલી યોજનાઓ નિશ્ર્ચિતપણે પ્રદુષણ ઘટાડાના ઉદ્દેશ્યને આગળ લઈ જશે. સોલાર ઈલેકટ્રીસીટીના છેલ્લા એક દશક દરમ્યાનનાં સંશોધનો તેમજ બેટરી ક્ષેત્રમાં તાં રહેલા અતિ આધુનિક રિસર્ચના કારણે આ બંને ક્ષેત્રો પુરજોશમાં આગળ વધી રહ્યાં છે. ભવિષ્યનું ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર આ બંનેને જ સો લઈને ચાલશે તે નિશ્ર્ચિત વાત છે.  પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે એમ પણ જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતના એ. સી. પી. સી. મેરીટ ક્રમાંક ૧૫ પર રહેલ વિર્દ્યાથીની હિર્તાથીબેન કે જેમણે ઈલેકટ્રીકલ એન્જી.નો અભ્યાસ કરવાનું નિશ્ર્ચિત કર્યું છે તેઓ અમારા જ ભૂતપૂર્વ પ્રાધ્યાપક પ્રોફેસર ડો.વિવેકભાઈ પંડયાની સુપુત્રી છે. તેનું મુખ્ય કારણ છેલ્લા પાંચ વર્ષમાં ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ ક્ષેત્રે આવેલા પરિવર્તનો છે અને ભવિષ્યનું એન્જીનીયરીંગ ફિલ્ડ મહદ અંશે ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ આધારિત જ હશે.

ટોયોટા, ટેસ્લા, ફોર્ડ, સુઝુકી અને આવી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કંપનીઓ જ્યારે ઈલેકટ્રીક વ્હીકલના ક્ષેત્રમાં પ્રવેશી ચૂકી છે ત્યારે ટાટા, બજાજ, હિરો અને મહીન્દ્રા જેવી ભારતીયો કંપનીઓ પણ આ રેસમાં સામેલ થવા આતુર છે જે દર્શાવે છે કે, ભવિષ્યમાં સમગ્ર ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર ઈલેકટ્રીસીટીના આધારે ચાલતું હોય તેવી ક્રાંતિ બહુ દૂર નથી. વિશ્ર્વના વિવિધ દેશો અને ખાસ કરીને ચાઈના જે રીતે ઈલેકટ્રીક ટ્રાન્સપાર્ટ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે તે જોતા ભારત સરકારે આપેલી ઈ-વ્હીકલ સબસીડી એક નોંધપાત્ર નિર્ણય સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.