Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા માટે તમામ રાજકીય દળોના અધ્યક્ષોની બેઠક બોલાવી. જેમાંથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાકાંપા પ્રમુખ શરદ પવાર, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ , BJD પ્રમુખ નવીન પટનાયક, PDP નેતા મહેબૂબા મુફ્તી, YSRના જગનમોહન રેડ્ડી, લેફ્ટ નેતા સીતા રામ યેચુરીએ હાજરી આપી હતી.

તો બીજી બાજુ કોંગ્રેસ, સપા, શિવસેના, બસપા, દ્રમુક , TDP અને તૃણમૂલનો એકપણ નેતા બેઠકમાં સામેલ થયો ન હતો. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ ચીફ મમતા બનેર્જી, સપા પ્રમુખ માયાવતીએ પણ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો. લેફ્ટ નેતા સીતારામ યેચુરી અને ડી રાજા મોદીની બોલાવેલી આ બેઠકમાં સામેલ થયાસ પરંતુ તેમને એક દેશ એક ચૂંટણી મુદ્દાનો વિરોધ કર્યો મોદીએ 20 જૂને લોકસભા અને રાજ્યસભાના દરેક સાંસદોને બેઠકની સાથે ડિનર માટેનું પણ આમંત્રણ આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.