Abtak Media Google News

બેકાબુ કાર ચાલકે શેર બ્રોકરની સ્કુટીને હડફેટે લેતા મોત

શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બેકાબુ બનેલા કાર ચાલકે જામનગર રોડ પાસે રહેતા શેર બ્રોકર યુવાનને સ્કુટીને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિજપયું હતું. સિવીલ હોસ્પિટલ ખાતે મૃતદેહની તલાસી લેતા મૃતક યુવાનના નેફામાંથી એરગન મળી આવી હતી.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર એફ.સી.આઇ. ગોડાઉન નજીક રહેતા અને શેર બ્રોકરનું કામ કરતા માધવ હર્ષદભાઇ  જોષી નામનો ૩ર વષીય યુવાન પોતાનું સ્કુટી મોપેડ લઇ સાધુવાસવાણી રોડ નજીક આવેલા અર્ચના પાર્ક-૭ ના ખુણે જીજે ૦૩ જેએલ ૪૮૫૨ નંબરની સ્કોપીયોના ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયો હતો. તાત્કાલીક ૧૦૮ મારફતે યુવાનને સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવાને દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બરવાળીયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ સ્કોરપીયોના ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહની તપાસ કરતા મૃતક યુવાન પાસેથી એરગન અને કારતુસ મળી આવતા કુતુહલ સર્જાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.