Abtak Media Google News

એમઝોન પણ હવે રિલાયન્સ રીટેલમાં એમેઝોન દોઢ લાખ કરોડ રોકશે : તેજીથી વધતા ભારતીય ગ્રાહક બજારમાં સહયોગનો રસ્તો ખુલશે

મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ગુપના રીટેલ બિઝનેસમાં સિલ્વર લેકે રોકાણ કર્યા બાદ હવે એમેઝોને ર૦ અબજ ડોલર(લગભગ દોઢ લાખ કરોડ) રોકી શકે છે તેમ બ્લૂમબર્ગના સૂત્રોએ જણાવ્યું હતું.  આ અંગે જાણકારી ધરાવતા સુત્રોએ  જણાવ્યું હતું કે રિલાયન્સ રીટેલ પોતાના બિઝનેસનો ૪૦ ટકા હિસ્સો એમેઝોનને વેચવા ઇચ્છે છે. રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લીમીટેડ સાથેની એમેઝોનની આ સમજુતી થઇ તો ભારતમાં એક મોટી કંપની જ નહી પણ  દુનિયાના સૌથી મોટા ધનવાન જૈફ બેજોસ અને એશિયાના સૌથી મોટા ધનવાન મુકેશ અંબાણી વચ્ચે તેજીથી વધતા ભારતીય ગ્રાહક બજારમાં સહયોગનો રસ્તો ખુલ્લી જશે. આ રોકાણ સમજુતી ભારતની સૌથી મોટી સમજુતી બની શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટીઝના શેરમાં સતત ચોથા દિવસે આગેકુચ જોવા મળી હતી અને શેરનો ભાવ સૌથી ટોચની સપાટી રર૧૮ થઇ ગયો હતો.  અમેરિકાની કંપની સિલ્વર લેકે રિલાયન્સ રીટેલમાં ૭પ૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ બીએસઇ ઉપર રિલાયન્સ માર્કેટની મુડી ૧૪.૦૭ લાખ કરોડ થઇ ગઇ છે.તમને એ જણાવી દઇએ કે રિલાયન્સના જીયો પ્લેટફોર્મમાં રોકાણ બાદ સિલ્વર લેકે હવે રીટેલમાં દાવ લગાવ્યો છે. દુનિયાની સૌથી મોટી ટેક રોકાણકાર કંપની સિલ્વર લેક ૭પ૦૦ કરોડનું રોકાણ કરવાની છે.તેના  બદલામાં રિલાયન્સ રીટેલમાં તેને ૧.૭પ ટકા ભાગીદારી મળશે. આ માટે રિલાયન્સ રીટેલનું મુલ્યાંકન ૪.રપ લાખ કરોડ કરાયું છે. તમને એ પણ જણાવી દઇએ કે સિલ્વર લેકે રિલાયન્સના જીયો પ્લેટફોર્મમાં ૧૩.પ લાખ ડોલર એટલે કે ૧૦ હજાર કરોડનો હિસ્સો ખરીદયો છે.

રોકાણ માટે ફેસબૂક- કેકેઆર પણ છે તૈયાર અમેરિકી રોકાણકાર કેકેઆર અને સોશિયલ સાઇટ ફેસબૂક પણ રિલાયન્સ રીટેલમાં રોકાણ કરવા તૈયાર છે.એવું જણાવાય છે કે ફયુચર ગ્રુપ રીટેલમાં રોકાણ કર્યા બાદ અમેરિકી કંપનીઓ પણ રિલાયન્સમાં રોકાણ કરશે. રિલાયન્સની પેટા કંપની રિલાયન્સ રીટેલ એન્ડ હોલસેલ બિજનેસ અને લોજીસ્ટીક અને વેરહાઉસીંગમાં પણ ભાગીદારી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.