Abtak Media Google News

કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીન સહિતના દેશો ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી. જેમાં ઘરઆંગણે બનાવેલી વસ્તુઓ, ટેકનોલોજીનો વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. આયાત નિકાસના અત્યાર સુધી પડતી ખાધ સરભર થયાની સાથે નિકાસ એક તબક્કે વધી જવા પામી હતી.

વડાપ્રધાન મોદી અલગ અલગ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની હાકલ કરી ચુક્યા છે. ત્યારે હવે સંરક્ષણમાં પણ આત્મનિર્ભરતા તરફ દેશ આગળ વધી રહ્યો છે.

આંકડા મુજબ દેશના દેશી લડાકુ વિમાન તેજસમાં દેશી રડાર લાડવમાં આવશે. ભારતીય વાયુદળને 123 તેજસ વિમાન મળવાના છે. જેમાંથી 40 તેજસમાં મેકનીકલ ઇઝરાયેલના રડાર રહેશે. જ્યારે 83 mk1 પ્લેનમાં ખાસ પ્રકારના રડાર રહેશે, જેને એઇએસએ કહેવામાં આવે છે. આગામી mk 1aમાં ઉત્તમ નામની દેશી રડાર રહેશે. આ રડાર drdo દ્વારા તૈયાર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.