Abtak Media Google News

જન-જનનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે સરકાર

દેશમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અને આયુષ્યમાન ભારત અભિયાનની શરૂઆત કરી હતી ત્યારે લોકોએ સર્વપ્રથમ પોતાની જાત સાથે વિચારવાનું રહ્યું કે સ્વચ્છતાની જરૂરીયાત કેટલાઅંશે રહેલી છે અને તે દિશામાં કેવી રીતે લોકોએ જનભાગીદારીથી આગળ વધવું જોઈએ. પૌરાણીકકાળથી અત્યાર સુધી ગંગા નદીને સૌથી શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે તેનું એકમાત્ર કારણ એ છે કે, તેને અનેક ગંદકીને સ્વચ્છ કરી છે અને લોકોને સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની ભેટ પણ આપી છે. ધાર્મિક ક્રિયા હોય કે પછી અન્ય કોઈ કાર્ય તેમાં સ્વચ્છતાની વાત હરહંમેશ અગ્ર રહેતી હોય છે પછી ભલે પંચકર્મની ક્રિયા કેમ ન હોય ત્યારે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત અભિયાનમાં વધુ એક ડગલું આગળ વઘ્યાં છે. પહેલાનાં સમયમાં બ્રાહ્મણો કે અન્ય કોઈ જ્ઞાતિ દિવસમાં ત્રણ વખત ન્હાવાની વાત કરતા હતા અને એક સમય ભોજન આરોગવાની વાત થતી હતી જે હવે વિપરીત થઈ ગયું છે. હાલનાં સમયમાં માત્ર એક વખત લોકો ન્હાતા હોય છે અને ૩ વખત લોકો જમતા હોય છે જેનાં કારણે સ્વાસ્થ્યમાં પણ અનેકઅંશે લોકોની હાલત કથળતી જોવા મળે છે. આ વાતનો મર્મ એટલો જ છે કે જો સ્વચ્છતા જાળવવામાં આવશે તો ઉદભવિત થતાં પ્રશ્નો બિમારી પર પૂર્ણવિરામ મુકાય જશે.

કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત દ્વારા જન-જનનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે જે માટે સરકાર દ્વારા તમામ લોકોનાં આરોગ્યલક્ષી ડેટાને આધારકાર્ડ સાથે જોડી ડિજિટાઈઝ કરવામાં આવશે જેથી ભારત દેશનાં લોકો તેમનાં સ્વાસ્થ્યનાં ડેટાને માત્ર ૫ કિલકમાં જ મેળવી શકશે અને તેનાં વિશે તેઓ જાણી પણ શકશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનને ઈલેકટ્રીક હેલ્થ રેકોર્ડ નામ આપવામાં આવ્યું છે. આ પઘ્ધતિમાં આધારકાર્ડને જોડી સરકાર લોકોનાં સ્વાસ્થ્યનાં ડેટાનો સંગ્રહ કરશે. આ ડેટાનું ધ્યાન રાખવા માટે સરકાર ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનાં આધારે ડેટાની સાર-સંભાળ લેશે. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત અને સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે, જો દેશમાં સ્વચ્છતા જળવાશે તો આપો-આપ સ્વાસ્થ્ય પણ જળવાશે. ભારત દેશની જયારે વાત કરવામાં આવે તો દેશમાં ઉત્પાદકતાનો ખુબ જ વધુ અભાવ જોવા મળે છે. જેનાં કારણે લોકો સ્વચ્છતાને સહેજ પણ પ્રાધાન્ય આપતા નથી. મોદી સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને આયુષ્યમાન ભારતની શરૂઆત કરવામાં આવી હતી તે સમયથી અત્યાર સુધી લોકોમાં જાગૃતતાનું પ્રમાણ પણ અનેકગણું વઘ્યું છે જેને લઈ લોકો પોતાની નૈતિક જવાબદારી સમજી આગળ વધી રહ્યા છે અને પોતાનાં ઘર, પોતાની શેરી, પોતાનું શહેર, પોતાનો જિલ્લો અને પોતાનાં રાજયને કેવી રીતે સ્વચ્છ રાખી શકાય તે દિશામાં આગળ પગલા પણ લઈ રહ્યા છે. આયુષ્યમાન ભારતમાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે ત્યારે આ અંગે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવખત જણાવતાં કહ્યું હતું કે, જો લોકો સ્વચ્છતા જાળવશે તો તેમનું સ્વાસ્થ્ય આપોઆપ સુધરશે ત્યારે હવે સરકાર પણ દેશનાં વિકાસ માટે અને લોકોનાં સ્વાસ્થ્યની સલામતી માટે તેમનાં આરોગ્યનાં ડેટા ડિજિટાઈઝ કરવા માટે તેમનાં ડેટાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને આધારકાર્ડને પણ આની સાથે લીંક કરવાની વાત પણ સામે આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.