Abtak Media Google News

ચોટીલા જમીનના કામે જતા કાકા-ભત્રીજાને નડયો જીવલેણ અકસ્માત

ચોટીલા તાલુકાના ધોકળવા ગામે રહેતા કાકા-ભત્રીજા બાઈક પર ચોટીલા જતા હતા ત્યારે ગુંડા ચોકડી પાસે સામેથી પુરપાટ ઝપટે આવેલા બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું મોત થયું હતું અને તેના ભત્રીજાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકાના ધોકળવા ગામમાં રહેતા લક્ષમણભાઈ પુનરવભાઈ સરધાર અને તેના કાકા હરેશભાઈ જમીનના કામ અર્થે બાઈક પર ચોટીલા જતા હતા ત્યારે ગુંડા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે સામેથી જી.જે.૧૩ એ.જી.૬૮૫૮નો બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હરેશભાઈ અને લક્ષમણભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં હરેશભાઈનું મોત નિપજયું હતું. બામણબોર પોલીસે લક્ષમણભાઈની ફરિયાદ પરથી જી.જે.૧૩ એ.જી.૬૮૫૮ નંબરના બાઈક ચાલક જયસુખ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.