નબળા રકત પરિભ્રમણને સુધારવા એકસો પલ્સ ટેકનોલોજી અસરકારક

ગુરૂકૃપા હેલ્થ કેર થેરાપી સેન્ટરમાં દર્દીઓને કેમ્પેનીઓના ફુટ પલ્સ મશીનનો ડેમો ફ્રી આપવામાં આવે છે

ગુરુકૃપા હેલ્થ કેર થેરાપીસેન્ટર ખાતે નબળા રકત પરીભ્રમણને સુધારવા માટે એકસો પલ્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કંપનીના ફુટ પ્લસ મશીન દ્વારા શરીરના તમામ સ્નાયુઓ કે જેમાં લોહીનું પરિભ્રમણ નબળુ થઇ ચુકયું હોય તેને ફરીથી સુધારીને પરિભ્રમણ  કરવામાં આવે છે.

આ મશીન દર્દીઓને તેમના અસહ્ય દુ:ખાવામાં મોટી રાહત આપે છે. તેમજ તબીબી રીતે પ્રમાણીત અને આઇ.એસ.ઓ. સર્ટીફીકેટ પ્રમાણીત છે. આ એકસો પલ્સ ટેકનોલોજીથી લોહીના પરિભ્રમણમાં થતાં સુધારા હ્રદયની સ્થિતિમાં મગજની કામગીરી હાઇ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારા કરે છે.

તમારા શરીરના સ્નાયુઓને શકિત તેમજ જોમ આપે છે. ગુરુકૃપા હેલ્થ કેર સેન્ટર પર મશીનનો ડેમો ફ્રી આપવામાં આવે છે.

નૂર્પેશ મકોડીયાએ ‘અબતક’સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમારા થેરાપી સેન્ટર પર જે મશીન છે તેનો ડેમો તદ્દન ફ્રી રાખવામાં આવ્યો છે. અહિં જે લોકો આવે છે તે પોતાના દર્દમાંથી રાહત મેળવી ને જાય છે. ત્યારે તેમને આ ડેમો વિનામૂલ્યે આપવામાં આવે છે. જો દર્દીને ફેર પડવા લાગે છે તો તેઓ મશીન ખરીદી ઘરે રેગ્યુલર ઉપયોગમાં લઇ શકતા હોય છે. આ મશીનના ઉપયોગથી તમે રોજનું ૬ કિલોમીટર ચાલો એટલો ફ્રેર પડે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે. સાથે તમારા લોહીનું પરિભ્રમણ પણ સારુ રાખે છે. જેથી તમામ શરીરમાં કોઇપણ સ્નાયુ સુધી લોહી પહોચાડી શકાય છે. અને શરીરમાં થતી તકલીફને તદ્દન નાબુદ કરે છે. આ પ્રોડકટ આપણા ગુજરાતની છે. તેમજ ડોકટરી સર્ટીફીકેટ અને આઇ. એસ.ઓ. પ્રમાણીત અને મેડીકલી અપૂર્વ છે માટે અમે આ કંપનીઓનું એક્ષો પ્લસ મશીનને અમારા થેરાણી સેન્ટર પર દર્દીઓ માટે રાખ્યા છે.

Loading...