Abtak Media Google News

હાઇવે પર નિયમોનું ઉલ્લધન થતું રહે છે તો જવાબોર કોણ?

માલણ હાઇવે પર અવાર નવાર  અકસ્માતના બનાવો બનતા રહે છ જેમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવતા કેટલાક બાળકો માતા  અથવા પિતા વગરના અને કેટલીક મહિલાઓ વિધવા  થઇ છે કહેવાય છે કે કચ્છ અમદાવાદ હાઇવે પર આવેલા ધ્રાંગધ્રા માલવણ સુધીનો હાઇવે દર અઠવાડીયા વ્યકિતનો ભોગ લે છે પરંતુ આ એક અંધ શ્રઘ્ધા પણ માની શકાય.

ત્યારે ખરેખર હાઇવે ફોર ટ્રેક હોવાથી ટ્રક અને વાહન ચાલકો પોતાનું વાહન ઝડપી ચલાવે છે. જેના કારણે અકસ્માત સર્જાય છે. જયારે વધુ પડતા બનાવો રાત્રીના સમયે જ થાય છે જેમાં વાહન ચાલકોને ઉંઘમા હોવાથી ન થવાનું થઇ જાય છે. ત્યારે ફરી એક વખત અકસ્માતથી બદનામ ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર વધુ એક બદનામીનો દાગ વઘ્યો છે. જેમાં ધ્રાંગધ્રા બાયપાસ હાઇવે પર ફુડા ચોકડીથી થોડે દુર ગઇકાલે વહેલી સવારે ૪ વાગ્યાના સમયે એક કચ્છ તરફથી આવતી લકઝરી જીજે ૩ ડબલ્.ુ ૯૯૧૯ નંબર વાળીને પંચર પડતા લકઝરી ને સાઇડ રાખી પાછળથી આવતી બીજી લકઝરી ને ઉભી રખાવતા રાત્રીના અંધારા મા પાછળના વ્હીલમાં પંચર કરવા માટે લાઇટની વ્યવસ્થા કરી હતી જયારે પંચર પડેલી લકઝરીમાંથી પેસેન્જરો નીચે ઉતરી એક તરફ ઉભા હતા ત્યારે અચાનક પાછળથી એક આઇસર ચાલકે ઉભેલી લકઝરી ની પાછળ ધડાકા ભેર આઇસર અથડાઇ હતી જેથી બાજુમાં ઉભેલો ૧૬ વષીય પેસેન્જર મુકેશ ડુંગરીયાભાઇ નાયકના નામનો છોટા ઉપદપુરના રહેવાસી બન્ને વાહનો વચ્ચેની ટકકરમાં ટલ્લુ લાગી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જો કે આઇજાઓ તેવું મોત ઘટના સ્થળે જ થયું હતું. પરંત સદનસીબે વધુ જાન હાની ટળી હતી. બાદમાં અસ્કમાતની જાણ થતાની સાથે તાલુકા પોલીસ સ્ટેશનના બીટ જમાદાર એમ.બી. સોલંકી સહીતના સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં મોત નિપજનાર ૧૬ વર્ષીય મુકેશની બોડીને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.