KBZ ગ્રુપના તમામ કર્મચારીઓનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ

66

જરૂરીયાતમંદો માટે ૧,૦૦,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા

આખું વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી ધેરાયું છે. ત્યારે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી ર૧ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે કેબીઝેડ ગ્રુપ પોતાની સામાજીક જવાબદારી સમજી ગરીબો અને ફુટપાથ પર રહેલા ઘણા વ્યકિતઓને નમકીનના પેકેટસ આપી મદદરૂપ બની રહ્યું છે. હાલમાં કેબીઝેડ ના ડાયરેકટર તરફથી એક લાખ ફુડ પેકેટ પણ અપાવેલ છે. વાત એટલી જ નથી પરંતુ આ કંપનીના તમામ કર્મચારીઓએ પણ પોતાની સામાજીક જવાબદારી સમજી તમામ કર્મચારીઓએ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. જેમનો ચેક રાજકોટ જીલ્લા કલેકટરને અપર્ણ કરેલ છે કેબીઝેડ ગુજરાતની તમામ જનતાને નિવેદન કરે છે કે ઘરમાં રહો સુરક્ષીત રહો.

નોંધનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે અમલમાં આવેલા લોકડાઉનમાં ગરીબો અને જરૂરીયાતમંદોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રની સાથો સાથ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવની ચાલી રહી છે ત્યારે કેબીઝેડ ગ્રુુપ દ્વારા પણ સામાજીક જવાબદારીને તાજેતરમાં અદા કરવામાં આવી હતી.

Loading...