Abtak Media Google News

ચાર આરોપીને રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે: ઝડપાયેલા બે આરોપી એક દિવસના રિમાન્ડ પર

કરોડોના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમે ચલાવેલી વ્યાપક તપાસમાં અગાઉ આઠ આરોપી અને બાદમાં ચાર આરોપી સહીત ૧૨ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જેના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા છે તેમજ ઝડપાયેલા બંને આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.

મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે જીએસટી નંબર મેળવી ૩૮૫૨ ઈ વે બીલ બનાવી કુલ ૧૭.૭૬ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હોય જે અંગે ગુન્હો નોંધાયા બાદ એસઓજી ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો જેમાં અગાઉ આઠ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા છે ત્યારબાદ વધુ ચાર આરોપીને ઝડપી લઈને આજે રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા છે દરમિયાન વધુ બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે જેમાં એસઓજી પી આઈ જે એમ આલની ટીમે આરોપી કૃષ્ણકુમાર ઉર્ફે કિશન રમેશભાઈ ગૌસ્વામી (ઉ.વ.૨૪) રહે વાંકાનેર દરવાજા ભવાની ચોક પાસે, મૂળ ગાંધીનગર અને મનીષ ઉર્ફે મનો રામજીભાઈ ફેફર (ઉ.વ.૨૮) રહે ક્રિષ્ના સ્કૂલ પાસે શિવમ પેલેસ મોરબી વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

૩ લેપટોપ, કોમ્પ્યુટર અને દસ્તાવેજો કબજે લેવાયા

એસઓજી ટીમે કરોડોના જીએસટી ચોરી કોભાંડમાં ચલાવેલી તપાસમાં અગાઉ ઝડપાયેલા ૧૨ આરોપીના ઘરની જડતી લઈને ૩ લેપટોપ અને એક કોમ્પ્યુટર કબજે લીધું છે તે ઉપરાંત એક સિરામિક ફેક્ટરીને લગતા દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા હોવાનું એસઓજીના સુત્રો જણાવી રહ્યા છે.

ધરપકડનો સિલસિલો ચાલુ રહી શકે

એસઓજી ટીમે જીએસટી ચોરીના મસમોટા કોભાંડમાં અત્યાર સુધી કુલ ૧૪ આરોપી ઝડપી લીધા છે જોકે ધરપકડનો આંક હજુ સતત વધી સકે છે માલ મોકલનાર ટ્રાન્સપોર્ટર અને વેપારીઓ સુધી તપાસનો રેલો પહોંચી સકે છે તેવી માહિતી પણ સુત્રોમાંથી મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.