Abtak Media Google News

૧૮મી માર્ચ સુધી શહેરના તમામ વોર્ડમાં સઘન ફોગીંગ કામગીરી કરવામાં આવશે: આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર

શહેરમાં સતત વકરી રહેલી સિઝનલફલુ સહિતના રોગચાળાને જડમુળથી નાથવા માટે આવતીકાલથી મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વન ડે વન વોર્ડ ફોગીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત ૧૮મી માર્ચ સુધી શહેરના તમામ ૧૮ વોર્ડમાં ફોગીંગ કામગીરી કરવામાં આવશે તેમ આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કાલથી શહેરના ૧૮ વોર્ડમાં મોટા ફાઉન્ટેન વ્હીકલ ફોગીંગ મશીન દ્વારા સઘન ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. શહેરના સંવેદનશીલ વિસ્તારો અને સોસાયટીઓને પણ આ કામગીરીમાં આવરી લેવામાં આવશે. કાલે શહેરના વોર્ડ નં.૨માં, ૨જી માર્ચે વોર્ડ નં.૪, ૫મી માર્ચે વોર્ડ નં.૮માં, ૬ઠ્ઠી માર્ચે વોર્ડ નં.૩માં, ૭મી માર્ચે વોર્ડ નં.૫, ૮મી માર્ચે વોર્ડ નં.૯માં, ૯મી માર્ચે વોર્ડ નં.૭, ૧૧મી માર્ચે વોર્ડ નં.૬, ૧૨મી માર્ચે વોર્ડ નં.૧૦માં, ૧૩મી માર્ચે વોર્ડ નં.૧૩, ૧૪મી માર્ચે વોર્ડ નં.૧૫માં, ૧૫મી માર્ચે વોર્ડ નં.૧૧માં, ૧૬મી માર્ચે વોર્ડ નં.૧૪માં ૧૮મી માર્ચે વોર્ડ નં.૧૬માં, ૧૯મી માર્ચે વોર્ડ નં.૧૨માં, ૨૦મી માર્ચે વોર્ડ નં.૧૭માં અને ૨૨મી માર્ચે વોર્ડ નં.૧૮માં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વાહકજન્ય રોગોથી બચવા માટે જનભાગીદારી પણ મહત્વનું પરીબળ છે. આવામાં મચ્છરોથી થતા રોગ અને મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે શહેરીજનો પણ જાગૃત રહે તે જરૂરી છે. જો તાવ આવે તો તરત જ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં લોહી તપાસ કરાવી, આરોગ્ય કેન્દ્રમાં લોહી તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.