Abtak Media Google News

બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના  બોરિયાનેસ ગામના પાટિયા પાસેથી હાઇવે રોડ ઉપરથી દેશી દારૂ લિટર ૯૨ તથા ઓટો રિક્ષા સહિતના કુલ રૂ. ૧,૦૧,૮૪૦/-  ના મુદ્દામાલ સાથે ૦૧ આરોપીને પકડી પાડી, ધરપકડ કરી,  આરોપી વિરુદ્ધ પ્રોહિબિષણ ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે..

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  *બામણબોર પોલીસ સ્ટેશનના* પીએસઆઇ આર.આર.બંસલ, હે.કો. માલાભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, મહેન્દ્રસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *ચોટીલા તાલુકાના બોરીયાનેસ ગામના પાટિયા પાસે હાઇવે રોડ ઉપરથી બાતમી આધારે  આરોપી અરવિંદભાઈ હમીરભાઇ ડાભી જાતે ત.કોળી ઉવ. ૨૨ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરને દેશી દારૂ લી. ૯૨ કિંમત રૂ. ૧,૮૪૦/- ઈગૠ રિક્ષા નંબર ૠઉં-૦૩-અણ-૬૯૧૩ કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- સહિતના કુલ રૂ.  ૧,૦૧,૮૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. માલાભાઇ માત્રાભાઈ કલોત્રાએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.