Abtak Media Google News

વાંકાનેર નજીક ટાટા વેન્ચર કારમાં રૂ. ૬૪,૮૦૦ની કિંમતના ૨૧૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર નજીક ટાટા વેન્ચર કારમાં વિદેશી દારૂ ની ૨૧૬ બોટલ કિંમત રૂ.૬૪,૮૦૦ સાથે બાબુભાઇ ભારતાભાઈ પરમાર ઉ.વ. ૨૮ રહે. કાકડખિલા, તા.ધાનપુર, જી. દાહોદ વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ ૩.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.