Abtak Media Google News

ટી-૨૦માં વરૂણ ચક્રવર્તીના સ્થાને ટી નટરાજનને મળી તક

આઈપીએલ પૂર્ણ થતા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ જવા રવાના થશે ત્યારે વન-ડે અને ટી-૨૦ બાદ પ્રથમ ટેસ્ટ મેચ રમી વિરાટ કોહલી ભારત પરત ફરશે જેનું કારણ તેની પેટરનીતિ લીવ છે ત્યારે ભારતીય ટીમ જે ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચ રમવાની છે જેમાં ૪ ટેસ્ટમાં પ્રથમ ટેસ્ટ રમી ટીમનું સુકાનીપદ રોહિત શર્માને પહોંચાશે. હાલના તબકકે રોહિત શર્માની ફિટનેસ ઉપર નજર કેન્દ્રીત કરવામાં આવી રહી છે ત્યારે વિરાટ કોહલી ભારત પરત ફરતાની સાથે જ ટીમનો દારોમદાર અને ટીમનું સુકાની પદ રોહિત શર્માને સોંપવામાં આવશે. ડિસેમ્બર ૨૬ થી ૩૦ સુધી યોજાનાર બોકસીંગ ડે ટેસ્ટ જે મેલબર્ન ખાતે રમાશે જયારે ત્રીજી ટેસ્ટ જાન્યુઆરી ૭ થી ૧૧ સુધી ન્યુઅર ટેસ્ટ જે સીડની ખાતે રમાશે અને છેલ્લી ટેસ્ટ ૧૫ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી વચ્ચે જે ગાબા ખાતે ટેસ્ટ મેચ રમાશે જેમાં સુકાની તરીકે રોહિત શર્મા ભારતનું નેતૃત્વ કરશે.

આઈપીએલમાં વરૂણ ચક્રવર્તીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું પરંતુ ખંભાની ઈજાને કારણે તેને ટી-૨૦માંથી બાકાત રાખવામાં આવ્યો છે જેના સ્થાને નટરાજનને અવસર અને તક પણ આપવામાં આવી છે. તક મળતા જ ભારતીય ટીમના નામાંકિત ખેલાડી ઈરફાન પઠાણ, હર્ષા ભોગલે સહિતના લોકોએ નટરાજનને ટવીટર પર શુભેચ્છા

પાઠવી હતી. બીસીસીઆઈની બેઠકમાં ઘણાખરા મુદાઓ ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંજુ સેમસનને વન-ડે માટે અતિરેક વિકેટ કિપર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઈશાન શર્મા હાલ એનસીએ ખાતે ટ્રેનીંગ પર પોતાનો હાથ અજમાવી રહ્યો છે જો તેમાં તે સ્વસ્થ જણાશે તો તેની પસંદગી ટેસ્ટ ટીમમાં કરવામાં આવશે. જયારે કમલેશ નાગરકોટી કે જે યુવા ફાસ્ટ બોલર છે તેને પણ ઓસ્ટ્રીયા પ્રવાસમાંથી ઈજાને કારણે પડતો મુકવામાં આવ્યો છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે હાલની સ્થિતિ મુજબ ટી-૨૦ માટે સુકાનીપદની જવાબદારી રોહિતના શીરે બીસીસીઆઈએ સોંપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.