Abtak Media Google News

કાઉન્સિલની બેઠક સુધી વેપારીઓએ ધરણા મુલત્તવી રાખ્યા

જીએસટી રીટર્ન ભરવાની મુદતમાં કેન્દ્ર સરકારે ફરી એક વખત વધારો કર્યો છે. હવે જીએસટીઆર-ર નવેમ્બરમાં અને જીએસટીઆર-૩ ડીસેમ્બરમાં ફાઇલ કરવાનું થશે.

આ સિવાય જીએસટી કાઉન્સીલની આગામી બેઠક સુધી વેપારી મંડળોએ વિરોધ મુલત્વી રાખ્યો છે.

ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલના પ્રથમ મહિના એવા જુલાઈ માટે જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવીને અનુક્રમે ૩૦ નવેમ્બર અને ૧૧ ડિસેમ્બર કરવામાં આવી છે. જુલાઈ મહિના માટે જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર અને ૧૧ નવેમ્બર હતી પરંતુ સરકારે તેમાં ૧ મહિનાનો વધારો કર્યો છે. ૩૦.૮૧ લાખ જેટલા વેપારીઓએ જીએસટીઆર-૨ ભરવાનું બાકી છે.

સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, જીએસટીઆર-૨ રિટર્ન ભરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેથી વિવિધ સંગઠનો દ્વારા તેની તારીખ લંબાવવાની માંગ કરવામાં આવી હતી.

સીએ અજિત સી શાહે જણાવ્યું હતું કે, ૧૧ ડિસેમ્બરે જુલાઈ મહિનાનનું જીએસટીઆર-૩ રિટર્ન ભરવામાં આવશે તે પ્રકારે તારીખો લંબાવવી પડી છે ત્યારે સરકારે હવે વેપારીઓ અને પ્રેક્ટિશનરોની ગૂંચવણને દૂર કરતાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે પણ નિશ્ચિત તારીખો જાહેર કરી દેવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.