Abtak Media Google News

ગુજરાતી સુપરસ્ટાર રીના સોની ધમાકેદાર પરફોમન્સ આપશે: મડયુલ, રેઈન ડાન્સ, બલુન પીચકારી સાથે જબરદસ્ત ઉજવણી: પંજાબી, કાઠિયાવાડી, મેકસીકન જેવી મનભાવન વાનગીઓ પીરસાશે: પાસ વિતરણ શરૂ

‘આયા રંગો કા તહેવાર-હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ રંગો મે રંગ મીલ જાતે હૈ’, ‘ગીલ સિકવે ભુલ કે દોસ્તો દુશ્મન ભી ગલે મીલ જાતે હૈ’… આવો પ્રેમનો-દોસ્તીનો સંદેશ લઈને આવતો તહેવાર એટલે મસ્તી ભર્યો આ તહેવાર ફાગણ સુદ પુનમનાં રોજ ખુબ જ ધામધુમપૂર્વક, ભકિતસભર ભાવથી ઉજવાઈ છે.

મોટલ ધ વિલેજ પણ દર વર્ષની જેમ જ આ વર્ષે ૨૧મી માર્ચનાં શુભ દિવસે રંગભર્યો તહેવાર ધુળેટી ધામધુમપૂર્વક ઉત્સાહ-ઉમંગથી ઉજવવા અને શહેરીજનોની સાથે રંગ રમવા એક ભવ્ય ઈવેન્ટ ‘હોલી કે રંગ અપનો કે સંગ’ લઈને આવી રહેલ છે. ૨૧ માર્ચની શુભ રંગભરી સવારે ૧૦:૩૦ થી ૩ સુધી હોલી કે રંગ અપનો કે સંગમાં આપસૌના ભરપુર મનોરંજન માટે ગુજરાતી ફિલ્મની સુપર સ્ટાર હિરોઈન-સીંગર-એન્કર રીના સોની એમટીવીનાં અતિથિ સાથે ધુળેટી રમવા તથા ધમાકેદાર પરફોમન્સથી આપ સૌને મસ્તી,મોજ, ડાન્સ, રંગોથી રમવા આવે છે. મુંબઈથી આવી રહેલ ડીજે એન.મેન પણ તેના ધમાકેદાર ડીજેથી તમને નાચવા-જુમવા મજબુર કરી દેશે.

આ ધુળેટીમાં સૌ માટે એમટીવી સ્પેશીયલ ‘મડપુલ’, રેઈન ડાન્સ, ઈકો ફ્રેન્ડલી કલર, બલુન, પીચકારીથી ધુળેટીને જબરજસ્ત ઉતસાહ ઉજવશું અને ભરપુર રંગીન બનાવી દેશું. ધુળેટીનાં તહેવારમાં ઈવેન્ટ સાથે ભાવતા ભોજનીયા એમટીવીનાં સ્વાદિષ્ટ-ઉતમ ગુણવતા સભર બુફેટ મેનુનો લાભ પણ આપ લઈ શકશો. ‘થંડાઈથી લઈ ડેર્ઝટ’ સુધી ફુલ કોર્ષ મેનું જેમાં પંજાબી, કાઠીયાવાડી, મેકસીકન, સ્પેશિયલ લેબનીઝ વાનગીનો લાભ લઈ શકશે. ધુળેટીની ઉજવણી જીંદગીભર યાદ રહી જાય તેવું ભવ્ય આયોજન કરેલ છે. વધુ વિગત તથા પાસ માટે હિતેશભાઈ પોપટ (મો.૯૭૨૭૨ ૩૩૨૯૭) મોટલ ધ વિલેજ (ડ્રાઈવીન સિનેમા પાસે, કાલાવડ રોડ, રાજકોટ) અથવા મો.નં.૯૭૧૨૭ ૮૩૩૩૩) ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.