Abtak Media Google News

રાત્રી કાર્યક્રમમાં આજે જાણીતા ગાયક પાર્થીક ગોહીલ કૃષ્ણ મય લાઇફ અંતર્ગત કૃષ્ણ ભકિતના ગીતો રજુ કરશે.રાત્રે ૮.૩૦ એ કથા સ્થળે જ યોજાનાર આ  કાર્યક્રમમાં ઉમટી પાડવા અને આવા આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારને સાંભળવા કથા આયોજન  સમીતીએ અબતકની શુભેચ્છા મુલાકાત દરમ્યાન ભાવીકોને આમંત્રણ પાઠવ્યું છે. પાર્થિક ગોહીલ આમ તો ભાવનગરના વાતની છે જે એક ગુજરાતની તરીકે ગર્વની વાત કહી શકાય. ગાયનના ગુણ એમનામાં બાળપણ થી જ રોપાયા હતા. અને ૧૦ વર્ષની ઉંમરે એમણે ગાવાનું શીખવાની શરુઆત કરી હતી. માત્ર ૧૪મા વર્ષ એમણે પંડીત ઓમકારનાથ ઠાકુર સંગીત સ્પર્ધામાં હિસ્સો લઇ એ સ્પર્ધા જીતી હતી. ઝી ટીવી પર આવતા લોકપ્રિય મ્યુઝીકલ શો સારેગામાપામાં પાર્થિવ વિજેતા બન્યા હતા. અને એ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પંડીત જસરાજ, અનીલ વિશ્ર્વાસ કલ્યાણજી આણંદજી પરવીન સુલતાના સહીતના દિગ્ગજ સંગીતકારો હતા.

પાર્થિક ગોહિલે સાંજરીયા અને દેવદાસ જેવી જાણીતી થયેલી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. દેશદેવી કિશન હીરોઝ જેવી ફિલ્મો ઉપરાંત કેવી રીતે જઇશ ગુજરાતી ફિલ્મમાં પણ પાશ્ર્વગાયક કર્યુ છે. પાર્થિવને ગુજરાત ગૌરવ પુરસ્કાર ૨૦૦૭ અને ૨૦૦૯માં ગુજરાત ી ફિલ્મો માટે શ્રેષ્ઠ પાર્શ્ર્વગાયક માટે એવોર્ડ પણ મળેલા છે. ઉપરાંત રાવજી પટેલ પુરસ્કારથી પણ સન્માનિત છે.

પાર્થિવ હવે તો મુંબઇમાં વસે છે અને દેશના વિભિન્ન ભાગો તેમ જ વિદેશીમાં પણ એમના અવાજના હજારો ચાહકો છે. ગુજરાતી ગાયકોની નવી પેઢીમાં એ અગ્રહરોળમાં છે. પાર્થિવને લાઇવ સાંભળવા એ સંગીતપ્રેમીઓ માટે લ્હાવો છે. રાજકોટમાં તો પંચનાથ ટ્રસ્ટે એમનો જાહેર કાર્યક્રમ યોજીને લોકોને મોટા કલાકારની ભેટ આપી છે. આયોજન સમીતી દ્વારા કથા પંડાલમાં આધુનિક જે.બી.એલ. ડીજીટલ સાઉન્ડ સીસ્ટર ૧પ હજર મેગાવોટસની વ્યવસ્થા રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.