Abtak Media Google News

વિઝિબિલિટી માત્ર ૧૦૦ મીટર નોંધાઈ ઝાકળના કારણે મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટ અઢી કલાક મોડી પડી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે જોરદાર ઝાકળવર્ષા થવા પામી હતી. જેના કારણે વહેલી સવારે વાતાવરણમાં જોરદાર ઠંડક પ્રસરી જવા પામી હતી. ઝાકળના કારણે વિઝિબિલિટિમાં જોરદાર ઘટાડો નોંધાતા મુંબઈથી રાજકોટ આવતી જેટની ફલાઈટ સવારે અઢી કલાક મોડી પડી હતી.

Flight 3

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. આજે સતત ત્રીજા દિવસે જોરદાર ઝાકળવર્ષા થઈ હતી. ઝાકળના કારણે સવારે વિઝિબિલિટિ માત્ર ૧૦૦ મીટર રહેવા પામી હતી એટલે કે ૧૦૦ મીટર દુરનું કશુ જ દેખાતુ ન હતું. ઝાકળના કારણે વહેલી સવારે મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટ સવારે મુંબઈથી ટેક ઓફ થઈ શકી ન હતી. જેના કારણે નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડી રાજકોટ આવતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો.

111વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી. વાહન ચાલકોએ સવારે પણ હેડલાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. આવતીકાલે ઝાકળવર્ષાની સંભાવના નથી હવે ઉનાળો પુરબહારમાં ખિલશે અને ગરમીનું જોર વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.