Abtak Media Google News

૩૦ કિલોની ભરતી માન્ય રાખવાની મૌખીક જાહેરાતને બે દિવસ વિત્યા બાદ પણ અધિકારીઓને લેખીત સૂચના ન મળી

ઉતારા અને ભેજના પ્રશ્ર્ને પણ ખેડુતોમાં અસંતોષ: યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ભારતીય કિશાન સંઘ ૨૦મીથી આંદોલન કરશે

ટેકાના ભાવે મગફળી ખરીદીના ત્રીજા દિવસે પણ ખેડુતોમાં કચવાટ યથાવત રહ્યો છે. ૩૦ કિલોની ભરતી માન્ય રાખવાની મૌખીક જાહેરાત બાદ અધિકારીઓને લેખીત સૂચના ન મળતા ૩૫ કિલોની ભરતી મુજબ ખરીદી થતા ખેડુતો અકળાય ઉઠ્યા છે. આ ઉપરાંત ઉતારા અને ભેજના પ્રશ્ને પણ ખેડુતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ખેડુતોના આ તમામ પ્રશ્ર્ને ભારતીય કિશાન સંઘ મેદાને આવ્યું છે. જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો ૨૦મીથી આંદોલન શ‚ કરવાની ભારતીય કિશાન સંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ સહિત રાજયભરમાં ગત તા.૧૫થી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે. મગફળી ખરીદીનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજાદિવસે પણ ખેડુતોના પ્રશ્નો યથાવતક રહ્યા છે. પ્રથમ દિવસે અનેક ખરીદ કેન્દ્રો પર ૩૫ કિલોની ભરતી મામલે હોબાળો મચી જવા પામ્યો હતો. પરંતુ સ્થાનિક આગેવાનોની મધ્યસ્થીથી આ વિવાદ શાંત પડયો હતો. પરંતુ આજે ત્રીજાદિવસે પણ ખેડુતોમાં ભરતી મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ૩૦ કિલોની ભરતી માન્ય રાખવાની મૌખીક જાહેરાત થઈ હતી. પરંતુ આ અંગે હજુ સુધી અધિકારીઓને લેખીત સુચના આપવામાં આવી ન હોવાથી ૩૫ કિલોની ભરતી પ્રમાણે ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ખેડુતોમાં ભેજના અને ઉતારાનાં નિયમોને લઈને પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

ખેડુતોનાં આ પ્રશ્ર્નોને લઈને ભારતીય કિશાન સંઘ મેદાનમાં ઉતર્યું છે. ગઈકાલે ભારતીય કિશાન સંઘે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતુ કે જો ખેડુતોનાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ૨૦મીથી આંદોલન શરૂ કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે ટેકાના ભાવની ખરીદીમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતા સરકારએ ઉતારાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરેલ ન હોવાથી ઘણા બધા ખેડુતોનો માલ પાછો જાય છે. તેથી ખેડુતોને વાહન ભાડાની નુકશાની તેમજ તેનો સમય અને મજુરીનો ખર્ચો થાય છે. સરકારના જુના માન્ય ઉતારાની અંદર જો ઘટાડો કરવામા ન આવે તો ઘણા બધા ખેડુતો આ રીતે હેરાન થશે.

બે વખત મગફળીની ગુણીની ભરતી ઘટાડવાની જાહેરાત થઈ હતી પણ અધિકારીઓને લેખીત કોઈ પણ પ્રકારની માહિતી આપેલી ન હોવાના કારણે ભરતીના પ્રશ્નો મગફળી માટે હજારો ખેડુતો અને અધિકારીઓ વચ્ચે બિન જ‚રી સંઘર્ષો થયેલા છે. સરકારે આવી બાબતને ગંભીરતાથી ન લીધી તે એની મોટામાં મોટી ભૂલ છે.

ગયા વર્ષે સરકાર ટેકાના ભાવની ખરીદીના નમુના લેતા હતા પણ તેનોઉતારો કાઢતા ન હતા પણ જે બારદાનમાં ૩૫ કિલોની ભરતી સમાતી તે ઉતારો માન્ય ગણી અને ખરીદી કરવામાં આવતી હતી પણ આ વર્ષે સરકારએ દરેક ખેડુતોની મગફળીના નમુનાનો ઉતારો કાઢવાનું ફરજીયાત કરેલ હોવાથી સરકાર જો મગફળીમાં ૧૦ ટેકાનો ઉતારો જેમ કે ૫૦ થી ૬૦ ટકા જાડી મગફળી અને ૬૦ થી ૭૦ ટકા ઝીણી મગફળીનો ઉતારો કરે તો સકાર બારદાનમાં કોઈ પણ પ્રકારની ભરતી કરે તો કોઈ પણ પ્રકારનો વાંધો નથી.

ખેડુતોની મગફળીમાં ઉતારામાં જેમ ઘટાડો કરવો જ‚રી છે તેમજ ભેજમાં પણ થોડાક ટકાનો વધારો કરવો પડે એમ છે કારણ કે જે મગફળીનો નમુનો સવારમાં લેવામાં આવે તે નમુનાની અંદર ભેજની ટકાવારીમાં ૨ થી ૩ ટકાનો વધારા થતોહોય છે.

તેના કારણે ખેડુતોનો નમુનો માન્ય ગણવામાં આવતો નથી તેથી ખેડુતોને વાહનના ખર્ચા ચડાવીને પાછુ જાવું પડે છે. આનાથી ખેડુતોને પેડા ઉપર પાટુ લાગે એવું થાય છે તો આવું ન થાય એના માટે સરકાર ભેજની ટકાવારીમાં જો થોડો ફેરફાર કરે તો ખેડુતો નુકશાનીથી બચે.

ખેડુતોછેલ્લે કંટાળીતેમજ વધારાના ખર્ચથી બચવા માટે માર્કેટીંગ યાર્ડની અંદર મજબુરીથી પોતાનો માલ લઈને માર્કેટીંગ યાર્ડની અંદર ૬૦૦થી ૮૦૦થી અંદર વહેંચવા જઈ રહ્યા છે. તેમાં ખેડુતો ન લૂંટાય જાય તેના માટે પણ વારંવાર રજૂઆત કરેલ છે.

કે ટેકાના ભાવની ઉપરથી જ માર્કેટીંગ યાર્ડની અંદર હરરાજીની શરૂઆત થાય તેવો વટહુકમ બાર પાડવો સૌરાષ્ટ્રના દરેક માર્કેટીંગ યાર્ડની દરરોજની ૩૦૦૦૦ થી ૫૦૦૦૦ ગુણી સામાન્ય રીતે ખરીદી કરે છે એની સામે સરકારે એક દિવસમાં પૂરા ગુજરાતમાં ખાલી ૧૭૦૦૦ ગુણીની ખરીદી કરેલ છે જો આજ પધ્ધતિથી ધીમુ કામ ચાલશે તો આ કામ એક વર્ષે પણ પૂર્ણ નહિ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.