Abtak Media Google News

ચોમાસામાં અત્યંત ડહોળુ પાણી પીવા છતાં ગામનો એક પણ વ્યકિત બિમાર પડતો નથી: વર્ષોથી ચાલી આવતી વણલખી પરંપરા

જસદણ શહેરને પીવા અને ગામડાઓને રવીપાક માટે છેલ્લા ૧૧૮ વર્ષથી પાણી પુરુ પાડતું આલણસાગર તળાવનું પાણી ફિલ્ટર તો ઠીક પણ બાખલવડ અને દેવપરા ગામના ગ્રામ્યજનો સાદા કપડાના ગરણાથી પણ ગાળીને પીતા નથી. આ બાબત તેઓ આવડ માતાજીની આસ્થા ગણાવી રહ્યાં છે. જસદણથી પાંચ કિલોમીટર દુર આવેલ બાખલવડ ગામે ૧૯૦૦ની સાલમાં પ્રજાવત્સલ રાજવી આલાખાચરબાપુએ લોકોને પાણી પીવા અને ખેતી માટે મળી રહે તે હેતુથી બનાવ્યું હતું.

હાલમાં આ તળાવ જસદણ અને વિંછીયા તાલુકામાં સૌથી મોટું છે. એકબાજુ આ તળાવમાંથી પાણી જસદણને ફિલ્ટર કર્યા વગરનું મળી રહ્યું છે ત્યારે અનેક લતામાંથી પાણી ડહોળું આવી રહ્યાની રજુઆતો નગરપાલિકામાં થઈ રહી છે. બીજી બાજુ તળાવની નજીકના જ બે ગામો બાખલવડ અને દેવપરાના લોકો આવડ માતાજીની શ્રદ્ધાને કારણે ફિલ્ટર તો દુરની વાત પણ કપડાથી પણ આ પાણીને ગાળીને પીતા નથી. ગ્રામ્યજનોએ આ બાબતે આગળ વધારતા કહે છે કે, ચોમાસામાં તો નવું પાણી આ તળાવમાં આવે છે ત્યારે અત્યંત ડહોળું હોય છે.ત્યારે પણ આ પાણીને અમે ગાળતા નથી અને આ પાણી પીવાથી હજુ કોઈ અમારા વડીલો માંદગીના ખાટલે પડયા નથી. અમારે આવડમાંની કૃપા છે. નોંધનીય છે કે હાલ આ તળાવના તળિયા દેખાયા છે ત્યારે જુજ ભાગમાં પાણી બચ્યું છે. આ પાણી પમ્પીંગ કરી જસદણ આવે છે અને વિતરણ થાય છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ડહોળુ પાણી આવે છે એવી ફરિયાદ પણ ઉઠી છે ત્યારે આ બંને ગામોના લોકો વર્ષોથી આ પાણી ગાળીને પણ પિતા નથી ! તે આશ્ચર્ય જન્માવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.