Abtak Media Google News

કેન્દ્ર સરકારે ત્રણ તબકકામાં કેદીઓને મુક્તિ આપવા લીધો નિર્ણય: વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને જીવલેણ બિમારીનો ભોગ બનેલા કેદીઓને અપાશે મુક્તિ

કેન્દ્ર સરકાર દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને ગાંધી જયંતિએ મુક્તિ આપવા નક્કી કર્યું છે. સરકારે ત્રણ તબકકામાં કેદીઓને છોડવા માટે નિર્ણય કર્યો છે જેમાં ઓછા ગંભીર ગુનાઓમાં જેલની સજા કાપી રહેલા વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર અને જીવલેણ બિમારીથી પીડાતા તેમજ અડધો અડધ સજા કાપી હોય તેવા કેદીઓને પ્રમ તબકકે ૨જી ઓકટોમ્બરે ગાંધીજયંતીના અવસરે મુક્ત કરાશે.

કેન્દ્રીય કેબીનેટ દ્વારા કેદીઓને મુક્તિ આપવા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ૫૫ વર્ષથી વધુ વયના મહિલા, ટ્રાન્સજેન્ડર, ગુનેગારો અને ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરુષ ગુનેગારો કે જેમણે તેની સજાનો અડધો ભાગ પૂર્ણ કરી લીધો છે તેવા કેદીઓને મુક્ત કરાશે. આ ઉપરાંત ૭૦ ટકા કે તેથી વધુ શારીરિક અક્ષમતાવાળા કેદીઓને પણ રાહત આપવાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જીવલેણ બિમારીથી પીડાતા કેદીઓને ૨/૩ સજા પૂર્ણ કરી લીધી હોય તેવા કિસ્સામાં છોડવામાં આવશે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, કેદીઓને મુક્તિ આપવાના સરકારના આ ઉદાર નિર્ણયમાં ગંભીર ગુના માટે દોષીત ઠેરવવામાં આવ્યા હોય તેવા અને મૃત્યુદંડની સજામાંથી આજીવન કેદમાં ફેરબદલ કરવામાં આવ્યા હોય તેવા કેદીઓ, દહેજ, મૃત્યુ, માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાના કેસમાં સંડોવાયેલા લોકોને મુક્તિ નહીં મળે. આ ઉપરાંત ટાડા, પોકસો એકટ, મની લોન્ડરીંગ, ફેમા, એનડીપીએસ,ભ્રષ્ટાચાર સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને પણ સજા મુક્તિનો ફાયદો નહીં મળે.

દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ તબકકામાં કેદીઓને સજા મુક્તિ આપવાના આ નિર્ણય પહેલા તબકકામાં ગાંધી જયંતીના અવસરે ૨જી ઓકટોમ્બરે સજા માફી આપ્યા બાદ બીજા તબકકામાં ૧૦ એપ્રિલના રોજ ચંપારણ્ય સત્યાગ્રહના અવસરે મુક્તિ આપવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.