Abtak Media Google News

મહિલાઓ પર અત્યાચાર કરનાર પોલીસને સસ્પેન્ડ કરવા અને ખોટા કેસો નાબુદ કરવા માંગ

મહુવા ખાતે અલ્ટ્રાટેક કંપનીની માઈનિંગ લિઝને લઈને ખેડુતો આંદોલન ચલાવી રહ્યા હતા ત્યારે આ આંદોલનનો કોઈ ઉકેલ લાવવાની જગ્યાએ પોલીસ દ્વારા ખેડુતો અને મહિલાઓ પર દમન કરવામાં આવ્યું તેમજ અનેક આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા કોટડા ખાતે ખેડુતોની મુલાકાત લેવામાં આવી હતી અને આ પોલીસ દમનની નિંદા કરી ખેડુતોને તેમજ લડતા લડતા આંદોલનકારીઓને આ લડતમાં સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તેમજ વધુમાં પ્રવિણ રામે મહિલાઓ અને ખેડુતો પર અત્યાચાર કરનાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા તેમજ ખેડુતો પર થયેલા ખોટા કેસોને નાબુદ કરવા માંગણી કરી હતી અને ખેડુતો અને લડત લડનાર આંદોલનકારીઓ સાથે બેસીને સરકાર નિરાકરણ નહીં લાવે તો આ પોલીસ દમનની વિરુઘ્ધમાં ૨૦૧૯માં ખેડુતો જડબાતોડ જવાબ આપશે એવી ચીમકી પણ પ્રવિણ રામે ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.