Abtak Media Google News

વિજેતાઓને આકર્ષક ઈનામોથી કરાયા સન્માનીત

સરગમ ચિલ્ડ્રન કલબ આયોજીત કનૈયાનંદ રાસોત્સવમાં છેલ્લા નોરતે બાળ ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી વિવિધ પોશાકમાં સજજ થઈને રાસ રમવા આવતા બાળ ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓને જુદાજુદા રાઉન્ડમાં રમાડવામાં આવ્યા હતા. અને નિર્ણાયકોને પસંદગી કરવામાં મીઠી મુંઝવણ થતી હતી. નોરતામાં બાળ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમને પ્રોત્સાહીત કરવા માટે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિવલાલભાઈ બારસીયા, રમેશભાઈ ઠકકર, ચેતનભાઈ રામાણી, લાખાભાઈ સાગઠીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનાં હસ્તે ૪૦ વિજેતા બાળકોનેઈનામ વિતરણ કરાયું હતુ.

રાસોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌનો આગાર માનતા જણાવ્યું હતુ કે, કનૈયાનંદ રાસોત્સવ માટે ગ્રાઉન્ડ આપવા માટે ડો. હેમાંગભાઈ વસાવડા તેમજ નાગર બોર્ડીંગની સંચાલન સમિતિના સભ્યો તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કોઈએ સાથ સહકાર આપ્યા છે તેતમામનો સરગમ પરિવાર વતી હું આભાર માનું છું.

કનૈયાનંદ રાસોત્સવનાં સમગ્ર આયોજનને શહેરીજનો સુધી પહોચાડનાર રાજકોટના ઈલેકટ્રોનીકસ તેમજ પ્રિન્ટ મીડીયાના માલિકો તંત્રીઓ તેમજ પત્રકાર મિત્રોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે.

ગુણવંતભાઈ ડેલાવાળાએ વધુમાં જણાવ્યું હતુ કે તા.૨૦ તા.૨૪ દરમિયાન સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સાંસ્કૃતિક મહોત્સવ દરમિયાન સરગમી મ્યુઝીકલ નાઈટ, સરગમી લોકડાયરો, સરગમી હસાયરો, સરગમી સંગીત સંધ્યા અને સરગમી હિન્દી હાસ્ય કવિ સંમેલનના કાર્યક્રમો યોજાશે જેનોલાભ લેવા રાજકોટવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.120 Copy

કનૈયાનંદ રાસોત્સવમાં વેલ્ડ્રેસ તથા સારૂ રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણાઈનામ અપાયા હતા. આ ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, બાન લેબ્સ કાૃ. ૭૭ ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી, એન્જલ પંપ, ચોકોડેન તરફથી ગિફટ વાઉચર તેમજ જીતુભાઈ પી. પટેલ અને વડાલીયા ગ્રુપ હાઈ બોન્ડ સીમેન્ટ તથા રેશ્માબેન સોલંકી તરફથી અપાયા હતા તેમજ નાગર બોર્ડીંગના પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાનો પણ સહયોગ મળ્યો હતો.

આ ઉપરાંત રાજકોટના અગ્રણીઓ અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ ઘોડાસરા, રાકેશભાઈ પોપટ, નિરજભાઈ આર્ય, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, હરેશભાઈ લાખાણી, કિશજ્ઞનભાઈ શાહ, સુરેશભાઈ નંદવાણા, બીપીનભાઈ હદવાણી, નીખીલભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરીયા, નરેશભાઈ લોટીયા, જીતુભાઈ બેનાણી, કાંતીભાઈ મારૂ, હેતલભાઈ રાજયગુરૂ, શ્યામભાઈ શાહ, શૈલેષભાઈ માંકડીયા, યોગેશભાઈ પુજારા, રાજનભાઈ વડાલીયા, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકી સહિતનાનો સહયોગ મળ્યો હતો. નિર્ણાયક તરીકે દર્શિનીબેન કથ્રેચા, દિવ્યાબેન ભટ્ટ, હેમલબેન ભટ્ટ, છાયાબેન દવે, મીનાબેન ઠાકર, અલ્કાબેન કામદાર, હીનાબેન દવે સહિતના સેવા આપી હતી.

રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, કિરીટભાઈ આડેસરા, દિપકભાઈ શાહ, શૈલેષભાઈ શેઠ, નીતિનભાઈ ગોંડલીયા, વલ્લભભાઈ ગોંડલીયા, સુરેશભાઈ દેત્રોજા, અનવરભાઈ ઠેબા, રાખલભાઈ વાછાણી, ઉપરાંત જયશ્રીબેન રાવલ અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જશુમતીબેન વસાણી, પ્રતિભાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, પ્રતિમાબેન ગઢવી, બીનાબેન ઠકકર, જયોતિબેન મલકાણ, જયોતિબેન પીઠડીયા તથા કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.