Abtak Media Google News

ગણપતિ બાપા મોરિયા: અગલે બરસ તું જલદી આના નારા સાથે અનેક પરિવારો દ્વારા આજે ગણપતિ બાપાનું શ્રઘ્ધાંભેર વિસર્જન : ઠેર ઠેર ગણેશ પંડાલોમાં વિવિધ કાર્યક્રમોની

આજે ગણેશ મહોત્સવનો પાંચમો દિવસ છે. ભકતો ગણેશ મહોત્સવમાં મગ્ન થઇ ગયા છે. ત્યારે ઘરોમા કરાયેલ ગણેશ સ્થાપનામાં અનેક ભકતજનો દ્વારા આજે પાંચમાં દિવસે ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલદી આના નારા સાથે વિસર્જન કરાશે. તેમજ શહેરમાં ઠેર ઠેર જોવા મળતા ગણેશ પંડાલમાં રાસ ગરબા ધાર્મિક કાર્યક્રમો જેવા કે સત્યનારાયણની કથા શ્રી નાથજીની ઝાંખી, સત્સંગ સહીતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અને મહાઆરતીનો હજારો ભાવિકો લાભ લઇ રહ્યા છે.

ગાયત્રીનગર કા રાજા

ગત તા. ૨૫-૮ થી ૧૦ દિવસ દરમિયાન દરરોજ રાત્રે ૭.૩૦ કલાકે મહાઆરતી તેમજ બપોરે ૧૨ કલાકે રાજભોગ ધરાવવામાં આવે છે. તેમજ દરરોજ જુદા જુદા કાર્યક્રમ જેવા કે ગાયત્રી હવન, ભોજન પ્રસાદ, તેમજ તા. ૨૯-૮ ના રોજ અંધમહિલા ની ધુન ભજન તા. ૩૦-૮ અન્નકોટ, ડ્રેસ કોમ્પીટીશન તેમજ એક મીનીટ ગેમ્સ તથા તા. ૩-૯ ના રોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે.  જેમાં પ્રકાશભાઇ ગાંગડીયા, ભાવનાબેન ગાંગડીયા, તથા પ્રફુલાબેન, જયંતિભાઇ, બિન્ટુબેન,નિશાબેન ઝાલા તેમજ રાજેશભાઇ ત્રિવેદી, ઉષાબેન દવે એ દર્શન કરવા તેમજ આ પ્રોગ્રામમાં હાજરી આપવા ભકતજનોને અપીલ કરી છે.

કરણપરા કા દાદા

વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ શહેરમાં કરણપરા ચોક ખાતે ગણપતિ મહોત્સવનું તા. ૨૫-૮ થી ૫-૯ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ગણપતિ મહોત્સવમાં દરરોજ રાત્રે ૮ કલાકે મહાઆરતી યોજવામાં આવે છે. જેમાં તાજેતરમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેરના મેયર ડો. જૈનમભાઇ ઉપાઘ્યાય શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કોર્પોરેટર અશ્ર્વીનભાઇ મોલીયા,  અજય પરમાર, મીનાબેન પારેખ, કીરણબેન સોરઠીયા, મયુરભાઇ શાહ, જીતુભાઇ સેલારા, કીરીટ ગોહેલ, રમેશ પંડયા, સંદીપ ડોડીયા, સહીતના ઉ૫સ્થિત રહી ગણપતિ મહારાજની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

સંજયનગર કા રાજા

સામાકાંઠા વિસ્તારના સંત કબીર રોડ પર આવેલ સંજયનગર ચોક ખાતે સિઘ્ધી વિનાયક ગ્રુપના દિપકભાઇ રાઠોડ, વિનોદભાઇ અગ્રાવત તથા જગદીશભાઇ જંગવડના માર્ગદર્શન હેઠળ સંજયનગર કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અને વિસ્તારમાંથી દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સિઘ્ધી વિનાયક ગ્રુપના હમીરભાઇ માટીયા, નરેશભાઇ માલી, વિનુભાઇ ચોટલીયા, નરેન્દ્રભાઇ માલી, ચંદુભાઇ સિઘ્ધપુરા, કિશોરભાઇ શેખ સહીતના અસંખ્ય જહેમત ઉઠાવી રહ્યા છે.

જીવનનગર વિકાસ સમિતિ

જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, મહાદેવ ધામ સમીતી મહીલા સત્સંગ મંડળના ઉપક્રમે જીવન નગર કા વિઘ્ન હર્તા ગણપતિ મહોત્સવમાં શહીદ જવાનો  અને ગુજરાતમાં પુરગ્રસ્ત હોનારાતમાં મૃત્યુ પામેલાઓને કેન્ડલ રાખી સામુહિક શ્રઘ્ધાંજલી આપવામાં આવી હતી. દિપમાલા, મહાઆરતી ભજન ધુન સત્સંગ સહીત ધાર્મિક કાર્યક્રમોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે.સમીતીના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ તાજેતરમાં ગુજરાતના બે શહીર જવાનો અને દેશના શહીદ જવાનો, પુરગ્રસ્ત હોનારતમાં મૃત્યુ પામેલાઓને શ્રઘ્ધાંજલી આપી ઋણ સ્વીકારી સાંત્વના સાથે લાગણી પ્રદર્શિત કરવામાં આવી હતી.મહોત્સવને સફળ બનાવવા માટે વિજયભાઇ જોબતપુત્રાના માર્ગદર્શન હેઠળ નવીનભાઇ પુરોહિત, પાર્થ ગોહેલ, વી.સી.વ્યાસ, ગોવિંદભાઇ ગોહેલ, જેન્તીભાઇ જાની, વિનુભાઇ ઉપાઘ્યાય, અકલેશ ગોહિલ, પંકજભાઇ મહેતા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

કોઠારીયા કોલોની કા મહારાજા

વિનાયક ગ્રુપ આયોજીત ૭/૩ માસ્તર સોસા. ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ પુજન અર્ચન શ્રૃંગાર દર્શન અને સાંજે ૭.૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવે છે. કોઠારીયા કોલોની કા મહારાજા દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે.મહોત્સવને સફળ બનાવવા માટે વિનાયક ગ્રુપના પ્રમુખ સત્યદીપસિંહ જાડેજા, કિરણબેન વડગામા, નિમૈષભાઇ પરમાર, રાજુભાઇ પરમાર, જીતુભાઇ ડાભી, રાજદીપસિંહ જાડેજા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

એક રંગ માનસિક વિકલાંગ તાલીમ સંકુલ

એકરંગ માનસિક વિકલાંગ બહેનોની સંસ્થા દ્વારા ગણેશ ચતુર્થી પર્વમાં સંસ્થા પર ગણેશ ભગવાનની સ્થાપના કરી ૧૦ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા પુજા અર્ચના કરવામાં આવે છે. દરરોજ સાંજે ૭ કલાકે આરતી વંદના કરી ભકિતમય સંસ્થા પર ભકિતમય વાતાવરણ ઊભુ કરવામા આવે છે. જેનો સૌ કોઇ રાજકોટવાસીઓને સંસ્થાની દિવ્યાંગ દિકરીઓને ભકિતમય માહોલ મળી રહે તે માટેના દૂદાળા દેવના દર્શને પધારવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.