Abtak Media Google News

ઈવીએમ ચૂંટણીમાં ગેરરીતિનું કારણ બનતા હોવાથી લોકોના મનની આશંકા દુર થવી જોઈએ

દેશના તમામ વિપક્ષ ચુંટણીમાં ઈવીએમમાં કહેવાતી ગેરરીતિના દાવા સાથે દરેક બુથમાં વીવીપેટના થોડા અને પ્રત્યેક મતની કાગળ ઉપર ગણતરી અને તાળમેળની માંગ સાણે ચુંટણીપંચ સમક્ષ વીવીપેટની ફરજીયાત ઉપયોગની માંગનો અમલ કરવા મકકમ બન્યા છે.

દેશમાં સમય અને ખર્ચનો બચાવ કરવા તમામ ચુંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ શરૂ થયો ત્યારથી જ ઈવીએમમાં ગેરરીતિની સંભાવનાઓ અને ગેરરીતિ કરનારા આક્ષેપો અને તેના રદિયા માટે શાસક અને વિપક્ષ વચ્ચે સતત તાણ-ખેંચ ચાલતી આવે છે. ભાજપ પર ઈવીએમમાં ગોટાળા કરી વિજય મેળવાતું હોવાનો અનેકવાર આક્ષેપ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈવીએમ મુદ્દે તમામ રાજકિય પક્ષોને એક થવા હાંકલ કરી હતી. દેશના તમામ વિપક્ષોએ આગામી ચુંટણીઓમાં દેશના તમામ મતદાન બુથ ઉપર ઈવીએમ મશીન સાથે વીવીપેટના ઉપયોગની પ્રથા દાખલ કરવાની માંગ કરી છે.

અને કમ સે કમ અડધો-અડધ બુથ પર ઈવીએમમાં પડેલા મતનું વીવીપેટમાં વેરિફિકેશન થાય તેવી તમામ ૨૨ વિપક્ષ દળનાં નેતાઓએ ચુંટણીપંચને મળીને માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે દેશના તમામ વિપક્ષ એક છે અને આગામી સોમવારે ચુંટણીપંચ સમક્ષ ઈવીએમ મુદ્દે રજુઆત કરશે.

તેમણે જણાવ્યું હતું કે, નિષ્પક્ષ ચુંટણી માટે ઈવીએમ મુદ્દે લોકોમાં પ્રવૃતિ આશંકા દુર કરવી જોઈએ. તેથી દેશના તમામ વિપક્ષ એવું માને છે કે મુકત અને ન્યાયિક મતદાન વિશ્વાસના માહોલમાં થાય તે માટે કોઈ વ્યવસ્થા થવી જોઈએ. તમામ વિપક્ષ ઈવીએમ મુદ્દે ચર્ચા-વિચારણા માટે સમર્થ થયું છે. ચુંટણીમાં ઈવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવે તો મતદારે આપેલો મત પડયો છે કે કેમ ? અને મતદાતાની ઈચ્છા મુજબ જ મતદાન થયું છે કે કેમ ? તેનો અણસાર મળે રાહુલ ગાંધીએ બજેટ અંગેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, વિપક્ષ સરકાર સામે રાફેલ મુદ્દે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જ છે. આગામી બે મહિનામાં સરકારને જવાબ દેવા ભારે પડશે.

ઈવીએમ મુદ્દે ટીડીપીના ચંદ્રાબાબા નાયડુ એન.સીના શરદ પાવર, નેશનલ ફોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહ, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, બીએસપીના સતિષ મિશ્રા, ડીએમકેના કનીમોજી, તણમુલ કોંગ્રેસના ડેરેક બેરિયન, સીપીપીના રાજા સહિતના નેતઓએ ઈવીએમ સહિતની બેઠકમાં સામેલ થયા હતા. એક સુરે ઈવીએમ સાથે વીવીપેટના ઉપયોગની માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.