Abtak Media Google News

આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચ રાજ્યના તમામ માન્ય દવાખાનાઓ અને લેબોરેટરીમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સેવાઓ બંધ રહેશે. આ બંધ NMC(નેશનલ મેડિકલ એસોસિયેશન) બિલના વિરોધમાં આ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન આકસ્મિક( ઈમર્જરન્સી)સેવાઓ જ્યાં સગવડ હશે, ત્યાં ચાલુ રહેશે. આ હડતાલમાં ગુજરાતના 28 હજાર તબીબો પણ હડતાલ પણ જોડાયા છે. આ તબીબો એક દિવસની હડતાલ પર ઉતર્યા છે. જેને પગલે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

એનએમસી બિલ અનુસાર એમબીબીએસ ડિગ્રી ધારકોને તબીબી સેવાઓ આપવા માટે લાયકાત મેળવવી પડશે. તેમને અન્ય એક પરીક્ષા આપવાની રહેશે. જેમાં પાસ થયા પછી જ તે દર્દીઓનો ઉપચાર કરી શકશે. જો કે વિદેશી ડૉક્ટર્સ કે વિદેશમાં ડિગ્રી મેળવનારને આ પરીક્ષામાં રાહત મળશે. અત્યાર સુધી એમસીઆઈ કાયદા અંતર્ગત આ પ્રકાર ડૉક્ટર્સને ભારતમાં પ્રેક્ટિસ કરવાં માટે ક્વોલિફાય એક્ઝામ પાસ કરવી પડતી હતી. જ્યારે નવા કાયદામાં તેમને આમાંથી છૂટ મળશે. જેના હિસાબે ઓછાં માર્જિનથી પાસ થનાર ભારતીય તબીબોની પરેશાની વધી શકે છે.

આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનનું માનવું છે કે, બિલથી સારવાર મોંઘી થશે અને ભ્રષ્ટાચારને ઉત્તેજન મળશે. બિલમાં કરવામાં આવેલી કેટલીક જોગવાઇઓનો વિરોધ છે, તેમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 15 ટકાના બદલે 60 ટકા બેઠકોની ફી મેનેજમેન્ટને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવનાર છે. એમબીબીએસ કર્યાં પછી પ્રેક્ટિસ માટે એક વધુ પરીક્ષાને અનિવાર્ય બનાવાઇ છે. ઉપરાંત એમસીઆઇની જગ્યાએ એક રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.