Abtak Media Google News

આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા આહીર રેજીમેન્ટ ના મુદે ભાલકાતીર્થથી કાઢવામાં આવેલી યાત્રાએ 14 માં દિવસે વીશાળ જનસંખ્યા અને કાફલા સાથે દિલ્હી તરફ કૂચ કરી.. આગળના દિવસોમાં લડત દેશવ્યાપી બનશે અને સરકાર આંદોલનના માર્ગે નહીં સમજે તો સમગ્ર ભારતનો અંદાજીત 26 કરોડ આહીર સમાજ વોટની તાકાત પણ બતાવશે.

રેજાંગલા શહીદી સ્થળ પર યાત્રાના સ્વાગત માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી,સમગ્ર ભારતમાં યાત્રાને સહકાર મળતા યાત્રા સફળ રહી.

4 ફેબ્રુઆરીના રોજ સંરક્ષણ મંત્રાલય,ગૃહ મંત્રાલય અને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને આહિર રેજીમેન્ટ મુદે થશે રજુવાત.

ભારતીય સેનામા રાષ્ટ્રહિત અને દેશહિત માટે આહીર રેજીમેન્ટના ગઠનની ઉગ્ર માંગ માટે ,જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ એ દેહત્યાગ કર્યો એ ભાલકાતીર્થની માટી તમામ ધાર્મિક સ્થળો સુધી પહોચાડવા માટે,તેમજ આહિર સમાજની એકતા વધારી સમગ્ર સમાજો અને રાષ્ટ્રને મદદરૂપ થવા માટેના ઉદેશય સાથે 21 જાન્યુઆરીના રોજ ભાલકાતીર્થ ખાતેથી ભાલકાતીર્થની પવિત્ર માટી સાથે લઈને આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા આહીર સ્વાભિમાન યાત્રાનું વિશાળ જનમેદની સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જે યાત્રાએ ગુજરાત, રાજસ્થાન,મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ભ્રમણ કરી અને 3 ફેબ્રુઆરીના રોજ વિશાળ જનસંખ્યા અને કાફલા સાથે દિલ્હી તરફ કુચ કરી હતી,અને ત્યારબાદ 4 ફેબ્રુઆરીના રોજ સંરક્ષણ મંત્રાલય,ગૃહ મંત્રાલય અને પ્રધાનમંત્રી અને રાષ્ટપતીને આહીર રેજીમેન્ટના મુદે રજુવાત પણ કરવામાં આવશે,સમગ્ર યાત્રા દરમ્યાન તમામ રાજ્યોમાં હજારોની સખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યાત્રાનું સ્વાગત કરી યાત્રા ને સફળ બનાવી હતી તેમજ સમગ્ર યાત્રા દરમ્યાન ભાલકાતીર્થની માટીને દ્વારકા,સાંવરિયા શેઠ,ગોકુલ, મથુરા,વૃંદાવન,ગોવર્ધન,1857 સ્મારક,રેજાગલા સ્મારક,દિલ્હી સંસદ ભવન જેવા અનેક સ્થળો એ સમર્પિત કરવામાં આવી હતી, આ યાત્રામાં હરિયાણાથી રાવ અજીતસિંહ,ગુજરાતથી અરજણભાઈ આંબલિયા, રાજસ્થાન થી સાવલરામ યાદવ યાત્રામાં ઉપસ્થિત રહી મહત્વનું યોગદાન આપ્યું હતું…

યાત્રાને સમગ્ર ભારતમાં થી સહકાર મળતા આહીર સ્વાભિમાન યાત્રા સફળ રહી હતી અને દિલ્હી પહોચી આ યાત્રાના આયોજક આંદોલનકારી પ્રવિણ રામે જણાવ્યું હતું કે આહીર રેજીમેન્ટના મુદે આ લડત હવે દેશવ્યાપી બનશે અને જો સરકાર દેશહિતની માંગ માટે આંદોલનના માર્ગે નહી સમજે તો સમગ્ર ભારતનો અંદાજીત 26 કરોડ આહીર સમાજ સરકારને વોટની તાકાતથી પણ જવાબ આપશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.