Abtak Media Google News

પાવન ધામમાં ત્રિદિવસીય પ્રવચન ધારાનું વિશેષ આયોજન

રાજકોટ, અમદાવાદ, જામનગર, જુનાગઢ, મેૅદરડા, ગોંડલ, ધારી, જેતપુર, આદિ સંઘોમાં વિચરણ કરીને મહાનગરી મુંબઇમાં પધારતાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આગામી રવિવાર તા. ૧૦ ના દિવસે કાંદીવલીના પાવનધામ ખાતે સવારના ૭ કલાકે મંગલમય પ્રવેશ કરશે.

એક વર્ષ સૌરાષ્ટ્રની ધરા પર વિચરણ કર્યા બાદ પધારી રહેલા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ ની પ્રવેશયાત્રા કાંદીવલીના અનન્ય ગુરુભુકત મુકેશભાઇ મીયાણીના નિવાસ સ્થાન એ.૧૦૧ અર્પિત એન્કલેવ કે.ટી. સોની માર્ગ, વસંત સાધના બીલ્ડીંગની સામે મમતા ડેરીની બાજુમાં મહાવીરનગર કાંદીવલી વેસ્ટથી પ્રારંભ થઇને સવારના ૭ કલાકે પાવનધામ બીસીસઆઇ ગ્રાઉન્ડની સામે મહાવીર નગર કાંદીવલી વૈસ્ટ ખાતે વિરામ પામશે જયા પૂજય ગુરુદેવ મંગલ પ્રવેશ કરશે. રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવના પ્રવેશ બાદ ઉ૫સ્થિતિ સર્વ ભાવિકો માટે નૌકારશીનું આયોજન કરવામાં આવી છે.

વિશેષમાં સવારના ૯ થી ૧૧.૩૦ કલાક દરમ્યાન જ્ઞાનવર્ધક શિબીરના આયોજન સાથે સર્વને માટે ગૌતમપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ પાવનધામમાં સ્થિરતા તા. ૧૧-૩ થી ૧૩-૩ સોમવારથી બુધવાર થી સવારના ૭ કલાકે પ્રવચનધારાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અવસરોમાં લાભ લેવા સર્વ ધર્મપ્રેમી ભાવિકોને સંઘ તરફથી અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.