Abtak Media Google News

નાગરીક ચેરમેન તેમજ ગોંડલના નગરપતિ પદે રહીને અનેક સેવાકાર્યો કરનાર સ્વ. ગોવિંદભાઇને આજે પણ ગોંડલના પ્રજાજનો પૂજનીય માને છે.

સમગ્ર સૌરાષ્ટ્રભરના અને ગોંડલ વિસ્તારમાં અનેરી લોકચાહના ધરાવતા રાજકીય ક્ષેત્રે સમાજ સેવાની વિશિષ્ટ કામગીરી કરનાર ગોંડલના પૂર્વ નગરપતિ અને નાગરીક બેંકના ચેરમેન ગોવિંદભાઇ દેસાઇની આઠમી પુણ્યતિથિ એ રવિવારે ગોંડલ નાગરીક સહકારી બેંક લી. તેમજ ગં.સ્વ. જયોત્સનાબેન રવિવારે ગોવિંદભાઇ દેસાઇ તથા દેસાઇ પરીવારના વિશાળ શુભેચ્છા વર્ગ દ્વારા વિવિધ ધાર્મીક તેમજ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તેઓએ ગોંડલ નગરપાલિકાનું બબ્બે દાયકા સુધી સફળ સુકાનીપદ સંભાળી વિવિધ પ્રજાકીય કાર્યો કરેલ તેમજ ગોંડલ નાગરીક સહકારી બેંકમાં અણીશુઘ્ધ પારદર્શક વહીવટ કર્તા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી તેમના દુરંદેશી વાળા એવા ભાવી સ્વભાવે ગોંડલ નગરમાં તુલસીબાગ, સેતુબંધ અને ક્ધયા કેળવણી માટે મહીલા કોલેજની સ્થાપના કરી પ્રજાકીય સુવિધાઓમાં વધારો કરેલ અરીહંત શરણ ગોવિંદભાઇ દેસાઇએ ગોંડલ નાગરીક બેંકના ચેરમેન પદે આરુઢ થઇ ને ગોંડલ એ ગોંડલ નાગરીક બેંકની નુતન દિશા આપી ગોંડલ નગરના અદના આદમીથી લઇ માતબર વેપારીઓ, કારખાનેદારો, ઉઘોગપતિઓ કિશાનો અને શ્રમિકોને આર્થિક સહુલતો પુરી પડે અને ગોંડલ પથંકના વેપારી, ધંધો, રોજગાર, વધે તે માટે ગોંડલ નાગરીક બેંક દ્વારા તેમના કાર્યકાળમાં અનેક વિધ યોજનાઓ દ્વારા બેંકના કાર્ય ફલકને લોક ભોગ્ય બનાવી અને સેવાની જયોત પ્રગટાવેલ જેના ફળસ્વરુપે સમગ્ર ગોંડલ વિસ્તારની ગોંડલ નાગરીક સહકારી બેંક તેમના માર્ગ દર્શન નીચે પ્રગતિની હરણ ફાળ ભરેલ અને ગોંડલ નાગરીક બેંકને ઝીરો ટકા એન.પી.એ. માં સ્થાન અપાવેલ અને એક સારા અર્થ શાસ્ત્રી સાબીત થયેલ તેમજ તન, મનથી પુર્ણ ધર્મમય જીવન જીવતા જીવતા અનેક જીવદયા ના સેવાકીય કાર્યો કરતા સ્વ. ગોવિંદભાઇ દેસાઇએ બેંકના માઘ્યમથી તથા નગરપાલિકાના મઘ્યમથી કરેલા સેવાકીય કાર્યા ને યાદ કરી અનેક પરિવાર તેમની નિયમીત પૂજા કરે છે. આ ઉપરાંત ગોંડલ જૈન સમાજમાં પણ પોતાની આગવી સુઝબુઝ અને દુરંદેશી વાળા સ્વભાવ ના કારણે અનેક સેવાકીય કાર્યો કરી લોક હ્રદયમાં પોતાનું સ્થાન મેળવેલ આવા ગોંડલ વિસ્તારના સુવર્ણ પુષ્ટસમા અરીહંત શરણ ગોવિંદભાઇ દેસાઇની આઠમી પુણ્યતિથિ નીમીતે વિવિધ ધાર્મીક તથા સામાજીક કાર્યક્રમો યોજાશે.

અરીહંત શરણ ગોવિંદભાઇ દેસાઇની નસેનસમાં ગોંડલ પ્રત્યેનો પ્રેમ વહેતો તેવા પ્રજાવત્સલ આગેવાન સ્વ. ગોવિંદભાઇ દેસાઇની ૧૮ માર્ચે રવિવારે આઠમી પુણ્યતિથિ નીમીતે જય તપ નો કાર્યક્રમ યોજાનાર છે. તેમજ સ્વ. ગોવિંદભાઇ ને ભાવાંજલી આપવા દેસાઇ પરીવારના ઉપક્રમે તેમના નિવાસે જપ તપનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર ધાર્મિક આયોજન ગં.સ્વ. જયોત્સનાબેન દેસાઇ, તેમજ યતિશભાઇ દેસાઇ, ભાવકાબેન યતિશભાઇ દેસાઇ, કેતનભાઇ દેસાઇ, બીનાબેન કેતનભાઇ દેસાઇ, ચિન્મય, સહજ, દિવ્યમ દેસાઇના માર્ગ દર્શન તેમજ પ્રયત્નોથી આ ધાર્મીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.