Abtak Media Google News

સંક્રાંતનું વાહન મહિષ અને ઉપવાહન ઉંટ છે. સાંજે ૬.૨૪ કલાકે સુધી દાન આપવાનો શ્રેષ્ઠ સમય

 પોષ વદ તેરસને રવિવાર  તા. ૧૪-૧-૧૮ ના દિવસે મકર સંક્રાંતિ છે આ દિવસે બપોરે ૧.૪૩ કલાકે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરશે અન સમયે ધન રાશીમાં ચંદ્ર છે જયેષ્ઠા નક્ષત્ર છે ધ્રુવ યોગ છે. ગર કરણ છે સંક્રાંતિનું વાહન મહિષ ઉ૫વાહન ઉંટ, વસ્ત્ર કાળુ, તિલક ચળતો, પુષ્ણ આંકડો વય પ્રગલ્ભા, ભક્ષણ દહિ, આભૂષણ નિલમણી પાત્ર ખટપર, સ્થિતિ બેઠેલી આયુધ તોમર આગમનપૂર્વ ગમન પશ્ર્ચિમ દ્રષ્ટિ વાયવ્ય સંક્રાંતિ માટે એમ મનાય છે કે સંક્રાંતિ જે વસ્તુ સાથે સંબંધે ધરાવે તે મોંધી થાય છે.

ફળકથન: સોના ચાંદી માતેજી આવે હિરાના બજારો માતેજી આવે શેર બજારમાં શરુઆત માતેજી પાછળથી મંદી આવે ગરમી બહુ પડે પાણી જન્ય બીમારીમાં વધારો થાય ભ્રષ્ટાચાર ને ડામવા પગલા લેવા પડે ભેંસ, ઉટ જેવા ચોપગા પશુઓ પર ભાર રહે ભારતમાં સ્ત્રીઓ આગળ વધે

દાન માટે નો શ્રેષ્ટ સમય બપોરે ૧.૪૩ થી સાંજે ૬.૨૪ સુધી ગાયોને દાન આપવું આ દિવસે સૌથી શ્રેષ્ઠ છે.

સંક્રાંતિના બારેય રાશીને દાનની વિગતમાં

મિથુન, સિંહ, તુલા:-સોનાના પાયે બેસે છે ગોળ, ચણાની દાળ, પીળા વસ્ત્રો, પીતળના વાસણ પીળો ઝભ્ભો શકય હોય તો સાથે સોનાનુ દાન આપવું

ધન, કુંભ, મેષ:- ચાંદીના પાયે બેસે છે સફેદ વસ્ત્ર, દુધ, સાકર, ચાંદીની ગાય

વૃષભ, ક્ધયા, મકર:-ત્રાંબાના પાયે બેસે છે. લાલવસ્ત્ર, ઘઉ, ગોળ લાલતલ, માંડવી ત્રાંબાનું વાસણ કંકુ

કર્ક, વૃશ્ર્વિક, મીન:-લોઢાના પાયે બેસે છ. કાળા વસ્ત્રો, સ્ટીલનું વાણસ કાળા તલ, અળદનું દાન આપવું

-મકર સંક્રાંતિના દિવસે સવારે સ્નાન કરી સૂર્યને અદ્ય આપવું મહાદેવજી ઉપર કાળાતલ ચડાવા તે ઉપરાંત પિતૃતર્પણ માટે પણ આ દિવસ ઉત્તમ ગણાય.

-આ દિવસે છ પ્રકારે કાળા તલનો ઉ૫યોગ કરવાથી આરોગ્યમાં સુધારો થાય છે.

-માનસીક શાંતિની પ્રાપ્તિ થાય છે.

-કાળાતલથી મિશ્રિત જલથી સ્નાન કરવું, શરીરે તલનું તેલનું લેપન કરવું, કાળા તલનો હોમ કરવો, તલ મિશ્રીત જળ પીવું, કાળા તલખાવા શાસ્ત્રનું ઉત્તમ કહેવામાં આવેલ છે.

-આ દિવસથી ઉત્તરાયણની શરુઆત થશે આ દિવસે સાતધાન્ય નો ખીચડો દાખ આપવો પણ ઉત્તમ છે. અને સાંજે ભોજનમાં લેવો પણ ઉત્તમ ગણેલ છે.

-મહારાષ્ટ્રમાં આ દિવસે તોલમુળ નામનો હલવો એકબીજામાં વહેચવાનો રીવાજ છે.

-દક્ષિણ ભારતમાં આ દિવસે પોગલ નામનો તહેવાર ઉજવામાં આવે છે.

-કલકતા પાસે ગંગા સાગરમાં મકરસંક્રાતિના દિવસે મેળો ભરાય છે. અને લોકો સ્નાન કરે છે.

-આ દિવસે ગુપ્તદાનનું મહત્વ વધારે છે. લોકો તલના લાડુમાં વ્યવહારી દ્રવ્ય છુપાવી તેનું દાન કરે છે.

-આ દિવસે ગંગા નદીમાં લાખો લોકો તીર્થ સ્નાન કરી પુણ્ય મેળવશે આ દિવસે બપોરે ૧.૪૩ થી કમુહુર્ત પુરા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.