Abtak Media Google News

કારમાં ગાંજાની ડીલીવરી કરવા જતા એસઓજીએ દબોચી લીધો

રૈયા પર આહિર શખ્સ કારમાં ગાંજાની ડીલીવરી કરવા નીકળ્યો હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે દરોડો પાડી રૂ.૨૩ હજારની કિંમતના ૩.૭૩ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી કાર કબ્જે કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિર્વસિટી પાછળ હરી વંદના કોલેજ રોડ પર રહેતા સાગર વજુ જળુ નામનો શખ્સ જી.જે.૧કેઇ ૯૭૮૭ નંબરની કારમાં રૈયા રોડ પર ગાંજાની ડીલીવરી કરવા નીકળ્યો હોવાની બાતમીના આધારે પી.આઇ. એસ.એન.ગડુ પી.એસ.આઇ. ઓ.પી.સીસોદીયા, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા, ધમેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા અને અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે રૈયા રોડ પર કનૈયા ચોક પાસેથી સાગર વજુ જળુને રૂ.૨૨,૭૭૬ની કિંમતના ૩.૭૩ કિલો ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી રૂ.૫ લાખની કિંમતની કાર કબ્જે કરી છે.

સાગર ગાંજો કયાંથી લાવ્યો અને કોને આપવા જઇ રહ્યો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.