Abtak Media Google News

પારદર્શક અને સ્વચ્છ વહીવટનું વિજયભાઈ રૂપાણીએ આપેલું ઉદાહરણ પ્રજાને હજુ યાદ છે

સરકારી કે ખરાબાની જમીન અને અમુક કિસ્સાઓમાં તો ખાનગી આસામીઓની જમીન રેઢી મળતાં જ તે પચાવી પાડવાની એક પણ તક જતી ન કરનાર કૌભાંડીઓ કોંગ્રેસમાં ડગલે ને પગલે જોવાં મળે છે, તો બીજી તરફ રાજકારણમાં પારદર્શિતા અને મૂલ્ય નિષ્ઠાના આગ્રહી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે મહાનગરપાલિકામાં પદાધિકારી હતાં ત્યારે રૂપાણી પરિવાર સંચાલિત ટ્રસ્ટને સોનાની લગડી જેવી કિંમતી જમીનનો મોટો હિસ્સો ટોકન ભાવે આપવાનો ઠરાવ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કર્યો હોવાં છતાં  “હું જ્યાં હોદ્દા પર હોઉં ત્યાં મને કે મારા પરિવારને આવા કોઈ લાભ જોઈતાં ની તેવો આગ્રહ રાખી વિજયભાઈ રૂપાણીએ ઠરાવની અમલવારી અટકાવી હતી અને આજ દિવસ સુધી તે અટકાવી રાખી છે.

સમાજના ગરીબ અને નબળાં વર્ગના તા ઝૂંપડપટ્ટીમાં રહેતાં પરિવારના સંતાનો પણ ભણીગણીને આગળ વધે, ઉચ્ચ અભ્યાસ કરીને ડોક્ટર, એન્જિનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મલ્ટીનેશનલ કંપનીઓમાં જોબ મેળવવાને પાત્ર બને તે માટે વિજયભાઈ રૂપાણીના પરિવાર દ્વારા વર્ષોી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. કચરો વીણતાં બાળકોને પસંદ કરીને તેમના ઉચ્ચ અભ્યાસ સુધીનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે અને તેના કારણે આટલાં વર્ષોમાં અનેક ડોક્ટરો, એન્જિનીયરો, વકીલોની ભેટ આ ટ્રસ્ટે સમાજને આપી છે.

કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગનાં મંત્રી પ્રકાશ જાવડેકર જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યાં હતા ત્યારે ટ્રસ્ટની આ પ્રવૃત્તિને બિરદાવી આ પેટર્ન મુજબ દેશના અનેક રાજ્યોમાં આવી પ્રવૃત્તિઓ શરૂ કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.