Abtak Media Google News

સૌરાષ્ટ્રના વિવિધ ધર્મ સ્થાનકોમાં પ્રાર્થના, પ્રવચન, પૌષધ, પ્રતિક્રમણ સહિત ધર્મભીના આયોજનો: પર્વના દિવસોનું જ્ઞાની પુરૂષોએ બતાવેલું અનેરૂ મહાત્મ્ય

એકદમ સરળ ભાષામાં કહીએ તો અઠવાડિયે આવે તે આઠમ,દર પંદર દિવસે એટલે કે પખવાડીએ આવે તે પાખી અને ચાર મહીને જે આવે તે ચૌમાસી પાખી.એક વષેમાં કુલ ૨૪ આઠમ અને ૨૪ પાખી આવે છે તેમાં ૩ ચૌમાસી પાખીનો સમાવેશ થઈ જાય છે.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ માહિતી આપતા જણાવ્યું કે અષાઢ સુદ પૂનમ,કારતક સુદ પૂનમ અને ફાગણ સુદ પૂનમ આ ત્રણની મોટી પાખીમાં ગણના થાય છે.જ્ઞાની ભગવંતોએ પવેનું અનેરૂ મહત્વ બતાવ્યું છે. જૈનાગમ શ્રી ભગવતી સૂત્ર શતક ૨ ,ઉદ્દેશક ૫ માં તૂંગીયા નગરીના શ્રાવકોનું સુંદર વણેન આવે છે.તુંગીયા નગરીના શ્રાવકો જીવ – અજીવ આદિ નવ તત્વના જાણકાર હતા.આ નગરીના શ્રાવક – શ્રાવિકાઓ આઠમ,અમાસ,ચતુદર્શી અને પૂનમની પવે તિથિઓમાં પરીપૂણે પૌષધ સહિત વિશેષ પ્રકારે ધમે આરાધના કરતાં હતાં.તેઓ દ્રઢ ધર્મી અને પ્રિય ધર્મી હતા.શ્રદ્ધાવાન શ્રાવકોને દેવ,અસુર,યક્ષ આદિ વિચલિત કરવામાં સમથે ન હતાં.જૈનાગમ શ્રી જ્ઞાતાધમેકથાંગ સૂત્રમાં આવતું અરહેનક શ્રાવકનું રોચક વણેન તથા શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં શ્રી કામદેવ – કુંડકૌલિક આદિ શ્રાવકોનું જીવન કવન વાચવા જેવું છે.એટલે જ ખામણામાં બોલીએ છીએ કે શ્રાવકો દેવતાના ડગાવ્યા પણ ડગે નહીં.

કોઈ પણ જીવાત્માના આયુષ્યનો બંધ તેના કુલ આયુષ્યના ત્રીજા ભાગે પડે છે.જીવનું આયુષ્ય કેટલું છે તે છદ્દમસ્થો એટલે કે આપણે અજ્ઞાનીઓ જાણી શકતાં નથી,પરંતુ જ્ઞાનીઓની ગણતરી મુજબ પ્રાય : કરીને આયુષ્યનો બંધ પવેના દિવસોમાં પડે છે. એટલે કે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પૂનમ. અનુભવીઓ આ દિવસોને ભારે દિવસો પણ કહે છે.

અષાઢી પૂનમ,ચૌમાસી પાખીનું જયાં પ્રતિક્રમણ કર્યું હોય ત્યાં પૂ.સાધુ – સાધ્વીજીઓને ચાતુર્માસ કલ્પ એટલે કે વષોકાલ વ્યતિત કરવાનો હોય છે.સોમવારે દેરાવાસી તથા  મંગળવારથી સ્થાનકવાસી જૈનોના ચાતુર્માસનો વિધીવત શુભારંભ થાય છે.ચૌમાસી પાખીના પવિત્ર દિવસોમાં વધારેમાં વધારે સમય ધમે ધ્યાનમાં રત રહેવું,આતે ધ્યાન – રોદ્ર ધ્યાનથી આત્માને દૂર રાખવો.શુભ ભાવમાં આયુષ્યનો બંધ પડે તો શુભ ગતિનું આયુષ્ય બંધાય છે.

ચૌમાસી પાખીના પાવન દિવસે અનેક હળુ કર્મી આત્માઓ પરીપૂણે પૌષધ કરશે,તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ જેવા નાના – મોટા તપથી આત્માને ભાવિત કરશે. દરેક ભાગ્યશાળીઓ અનુકૂળતા મુજબ પ્રાથેના,પ્રવચન-પ્રતિક્રમણ, પૌષધમાં જોડાઈ આત્માને કમેથી હળવો ફૂલ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.