Abtak Media Google News

ત્રણ દેશની મુલાકાતના અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદીએ અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ ગયા હતા. જે બાદ તેઓ દિલ્હી આવવા રવાના થયાં છે. આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી.

રણની વચ્ચે બનેલું આ શિવ મંદિર

– મસ્કતમાં મોદી મોતીશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે.
– આ મંદિરની નજીક એક કુંવો છે. રણમાં મંદિર અને કુંવો હોવા છતાં તે કદી સૂકાતો નથી.
– મોદી ભારતના પ્રથમ એવાં પીએમ છે, જેઓ આ મંદિરમાં પહોંચ્યા છે.

Dv0ScxzwaaagpdmDv0Scxcw4AanzynModi 2 1518421420Dv0Scxsx0Aa1Whe7 1518429890

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.