લત્તાદીદીની તબિયત સુધારા પર: સંપૂર્ણ સ્વસ્થ થતા હજુ સમય લાગશે

ગંગામે જબ તક પાની રહે તબ તક તેરી જીંદગાની રહે !

૯૦ વર્ષિય સ્વર સામ્રાગ્નિ લતાજી શ્વાસ લેવામાં તકલીફ સાથે છેલ્લા થોડા સમયથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

ભારતનું ઘરેણુ અને વિશ્વભરના કર્ણપ્રિય લોકો માટે મહાન ગાયિકા લતામંગેશકરને ગયા અઠવાડીયે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ સાથે મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની સ્થિતિ સુધારા પર છે પરંતુ સંપૂર્ણ સાજા થતા થોડો સમય લાગશે તેમ એક મીડીયા અહેવાલમાં જણાવાયું છે.૯૦ વર્ષિય સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને ગયા અઠવાડીયે ન્યુમોનીયા અને છાતીમાં ઈન્ફેકશનની સમસ્યા સાથે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનીતબીયત સુધારા પર છે. પરંતુ સંપૂર્ણ સ્વસ્થતા માટે સમય લાગશે કોઈપણ દર્દીને સમસ્યામાંથી મૂકત થવા માટે સમય લાગે જ તેમ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતુ.

લતાદીદીની તબીયત સ્થિર છે. તબીયત સુધારા પર રહી છે. મહેરબાની કરીને બિન જરૂરી ચિતા અને અફવાઓ ફેલાવવાથી દૂર રહી તેમના દીધાર્યું માટે પ્રાર્થના કરવી જોઈએ તેમ લતામંગેશકર સાથેના લોકોએ જણાવ્યું હતુ કે સોમવારે વહેલી સવારે લતામંગેશકરને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે તેમના પરિવારના સભ્યો બહેન આશા ભોંસલે સાથે હતા.

લતામંગેશકરના પરિવારે સ્વાસ્થ્ય અંગેના જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતુ કે દીદીની તબીયત સારી છે તેમને હજુ આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. તબીયત સુધરી રહી છે.પરંતુ સાજા થતા વાર લાગશે. તેમ તેમના ભાણેજ રચના શાહે જણાવ્યું હતુ સોમવારે પરિવારે સ્વાસ્થ્ય અંગેના સમાચારમાં જણાવ્યું હતુ કે દીદીની તબીયત સુધારામાં ઝડપ આવી રહી છે. પૂન:સ્વસ્થ થતા વાર લાગશે લતાજીના ચાહકોને તેમના સ્વાસ્થ્યના સાચા અને યોગ્ય સમાચારો સમયસર મળી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ તેમ પરિવારના સુત્રોએ જણાવ્યું હતુ.દીદી જલ્દીથી ઘરે આવી જાય તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે. લતામંગેશકર ભારતના બુલબુલ તરીકે વિશ્વ પ્રસિધ્ધ છે તેઓ હિન્દી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં ગીત ગાયા છે.મોટાભાગના સંગીતકારો લતા દીદી સાથે કામ કર્યું છે. તેમને ભારતરત્ન, પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ સહિત રાષ્ટ્રીય અને ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યા છે. લતા મંગેશકરે છેલ્લે ૨૦૦૪માં બોલીવુડની ફિલ્મ વિરઝારામાં ગીતો ગાયા હતા. લતામંગેશકરની સ્થિતિ અત્યારે સુધારા પર છે અને તેમને સંપૂર્ણ સાજા થતા વાર લાગશે.

Loading...