Abtak Media Google News

ઈન્ટરનેશનલ મહિલા દિવસે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના ઝુંઝનુમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલી દીકરી બચાવો- દીકરી ભણાવોના થીમ પર આયોજીત હતી. આ દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત હતા. આ પહેલાં ગુરૂવારે પીએમ મોદીએ ટ્વીટ કરી મહિલા દિવસની શુભેચ્છા આપી હતી અને વીડિયો પણ જાહેર કર્યો હતો.

આજે સમગ્ર દેશ ઝુંઝનુ સાથે જોડાયો છે- PM

રાજસ્થાનના ઝુંઝનુમાં રેલીને સંબોધતા પૂર્વે PMએ અનેક નાની બાળકીઓ સાથે વાત કરી હતી.પીએમએ અહીં મહિલાઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. તેમજ મહિલાના ક્ષેત્રમાં સારૂ કામ કરનારા જિલ્લાઓનું પણ સન્માન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.