Abtak Media Google News

દેશમાં કોરોનાના કોમ્યુનીટી ટ્રાન્સમિશનના તબકકામાં પહોંચ્યો: ઓગષ્ટના પહેલા સપ્તાહમાં દેશમાં કોરોના કેસો ૧૫ લાખને પાર થવાની દહેશત

વિશ્વના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉનના કારણે કોરોના કેસો વધતા અટકી ગયા હતા પરંતુ તેના કારણે અર્થતંત્રને ભારે નુકશાન થતા ૪૦ દિવસના લોકડાઉન બાદ સરકારે અનલોકની પ્રક્રિયા હાથ ધરી છે. અનલોકની પ્રક્રિયા હાથ ધરાતા દેશભરમાં શરૂથયેલી ભારે ચહલપહલથી કોરોનાના કેસોમાં ભારે વધારો થવા પામ્યો છે. ગઈકાલે દેશમાં ચિંતાજનક રીતે ૨૫ હજાર જેટલા નવા કેસો નોંધાયા છે. જેથી દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા સાત લાખને પાર થઈ જવા પામી છે. ભારતામં હાલ કોરોના કોમ્યુનીટી ટ્રાન્સમીશનના તબકકામાં પહોચ્યું હોય સતત વધતા કેસોથી આગામી ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસો ૧૫ લાખનો પાર થવાની દહેશત વ્યકત કરવામાં આવી છે.

દેશભરમાં અનલોકથી લોકોની જાહેરમાં ચહલ પહલ વધવા પામી છે. જેના કારણે કોરોના કેસોનાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૨૫ હજાર જેટલા નવા કેસો નોંધાયા હતા. જયારે ૪૨૧ દર્દીઓનાં કોરોનાથી મૃત્યુ થવા પામ્યા છે. ગઈકાલે કોરોનાના આવેલા વિક્રમજનક કેસોથી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬,૯૭,૮૮૭ એટલે કે સાત લાખને નજીક પહોચી જવા પામી છે. જે રશિયામાં હાલ કોરોના કુલ કેસો ૬,૮૧,૨૫૧ની સંખ્યાને પાર કરી જતા ભારત કોરોના સંક્રમિત દેશોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં રશિયાનો પાછળ રાખીને ત્રીજા નંબરે પહોચી જવા પામ્યું છે. હાલ કોરોનાના સૌથી વધુ કેસો અમેરિકામાં ૨૯.૫ લાખ અને બ્રાઝીલમાં ૧૫.૮ લાખ છે.

છેલ્લા ચાર દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા પર નજર કરીએ તો અમેરિકામાં ૨.૪૮ લાખ, બ્રાઝીલમાં ૨.૪૮ લાખ, ભારતમાં ૧.૧૨ લાખ જયારે દક્ષિણ આફ્રિકામાં ૪૩ હજાર કેસો નોંધાયા છે. જેથી છેલ્લા ચાર દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસોની સરેરાશ ૨૮ હજાર કેસોની રહેવા પામી છે. દેશમાં કોરોનાના કેસોમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા આગામી માસ ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૫ લાખને પાર થઈ જવાની સંભાવના મેડીકલ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી નોંધાયેલા સાત લાખ કેસોમાંથી માત્ર ૧૯,૬૮૪ દર્દીઓનાં જ મૃત્યુ થવા પામ્યા છે. જેથી રીકવરી રેટ ૬૦ ટકાને પણ પાર થઈ જવા પામ્યો છે.

દેશમાં એક તરફ કોરોના ‘રેડ એલર્ટ’ પર હોય તેમ નવા કેસોમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. જોકે તે સામે રીકવરી રેટ ૬૦ ટકા જેટલો વિશ્વભરમાં સૌથી ઉંચો રહેવા પામ્યો છે.

જેથી દેશમાં લોકોની નિષ્કાળજીના કારણે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોય કોરોના કોમ્યુનીટી ટ્રાન્સમીશનના ખતરનાક કબજામાં પહોચી જવા પામ્યું છે.જયારે સરી બાબત એ છે કે લોકોની સારી રોગ પ્રતિકારક શકિતના કારણે રીકવરી રેટ ૬૦ ટકાની પણ ઉપર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.