Abtak Media Google News

અમદાવાદના સમસ્ત જૈન સંઘો અને અગ્રણી સંસ્થાઓના પદાધિકારીઓ દીક્ષા મહોત્સવને ભવ્ય બનાવવા આયોજનની રૂપરેખા નકકી કરશે

દીક્ષા દાનેશ્ર્વરી બનીને અનેક આત્માઓને પ્રભુ પંથ પર દોરી જઈ રહેલા રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા અંગિકાર કરનારા નવ નવ મુમુક્ષુ આત્માઓનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ ધર્મનગરી અમદાવાદની ધરા પર આયોજીત થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શ્રી સમસ્ત જૈન સંઘો અને અગ્રણી સંસ્થાઓ આ મહોત્સવને દેદીપ્યમાન બનાવવા થનગની રહી છે જેના અંતર્ગત તા.૩૦/૭/૨૦૧૭ રવિવારના દિવસે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૪/૨/૨૦૧૮ના દિવસે સમગ્ર સંસારનો ત્યાગ કરીને સંયમપથે જઈ રહેલા મુમુક્ષુ અંકિતાબેન દિનેશભાઈ વોરા રાજકોટ, મુમુક્ષુ ચાર્મીબેન જિતેન્દ્રભાઈ કામદાર-રાજકોટ, મુમુક્ષુ પરિધિબેન મિલનભાઈ મહેતા-ઝરીયા, મુમુક્ષુ સલોનીબેન બકુલભાઈ પારેખ-આકોલા, મુમુક્ષુ, પ્રિયલબેન હર્ષદભાઈ મુમુક્ષુ છાયાબેન દિનેશભાઈ કકકા-મુલુંડ, મુમુક્ષુ હેતબેન ભુપેન્દ્રભાઈ મહેતા-કોલકતા, મુમુક્ષુ દિવ્યાબેન લલિતભાઈ (મુંબઈ) અને મુમુક્ષુ વીરાંશીબેન દિલેશભાઈ (મુંબઈ)ના નિર્ધારિત થયેલા ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના દસ દિવસ સુધી ચાલનારા વિશિષ્ટ અનુષ્ઠાનો અને આયોજનોની યોગ્ય ‚પરેખા નકકી કરીને આ મહોત્સવની અનુમોદના કરવા તથા મહોત્સવને દિવ્યતા અને ભવ્યતાનો ઓપ આપવા સંબંધી આયોજિત કરવામાં આવેલું આ સ્નેહ મિલન શેઠ ચમનલાલ ઉમેદચંદ પાટડીવાલા એલિસબ્રીજ સ્થાનકવાસી જૈન સંઘ-પાલડી ખાતે સવારના ૧૧:૦૦ કલાકે રાખવામાં આવ્યું છે.આ અવસરે અમદાવાદના સમસ્ત જૈન સંઘો અને સંસ્થાઓના પદાધિકારી સભ્યો તેમજ સંઘ શ્રેષ્ઠિવર્યો અને શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહીને દીક્ષા મહોત્સવની અનુમોદના અનુમોદના સ્વ‚પ સ્નેહમિલન કરશે. સંયમ અનુમોદના સ્નેહમિલન બાદ દરેક ભાવિકો માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.